
77 માં સ્વતંત્રતા પર્વ પર પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કહેલી વાતોના કેટલાક અંશો અહી જાણો
દિલ્હીઃ- સમગ્ર દેસ આજે 77 મો સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યો છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10મી વખત રાજઘાની દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને દેશની જનતાને સંબોઘિત કરી હતી .આ પ્રસંગે વિદેશી મહેમાનો પણ સાક્શી બન્યા હતા મોટી સંખ્યામાં અહી લોકો ઉપસ્થિતિ રહ્યા છે.
પોતાના સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને કહ્યું કે આપણે એવા સમયગાળામાં જીવી રહ્યા છીએ, આપણે ભાગ્યશાળી છીએ કે આ ભારતના અમૃતકલનું પ્રથમ વર્ષ છે. કાં તો આપણે યુવાનીમાં જીવીએ છીએ અથવા તો ભારત માતાની ગોદમાં જન્મ લીધો છે. મારા શબ્દો લખો, આવનારા એક હજાર વર્ષનો દેશનો સોનેરી ઈતિહાસ હશે આપણે જે પગલાં લઈશું તે થકી, આપણે જે બલિદાન આપીશું, આ સમયગાળા દરમિયાન આપણે જે તપસ્યા કરીશું તેનાથી અંકુરિત થશે.
પીએમ મોદીએ અહી દેશવાસીઓને સંબોધિત કરતી વખતે અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો ખાસ કરીને તેમણે પોતાના સંબોધનની શરુઆતમાં મણિપુરનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું કે આ વખતે કુદરતી આફત એ દેશના ઘણા ભાગોમાં અકલ્પનીય મુશ્કેલીઓ ઊભી કરી છે. હું આ પીડિત લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય અને કેન્દ્ર સરકાર તે તમામ કટોકટીમાંથી ટૂંક સમયમાં છુટકારો મેળવીને ઝડપી ગતિએ આગળ વધી રહી છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ‘હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે મા ભારતી જાગી છે. સમગ્ર વિશ્વમાં ભારતની ચેતના અને સંભવિતતામાં એક નવું આકર્ષણ, એક નવો વિશ્વાસ ઊભો થયો છે, તે વિશ્વમાં પોતાના માટે એક પ્રકાશ જોઈ રહ્યો છે.
વઘુમાં પીએમ મોદીએ કહ્યું કે અમે ભાગ્યશાળી છીએ કે ‘કેટલીક વસ્તુઓ અમારી સાથે છે, જે અમારા વડીલોએ અમને આપી છે. આજે આપણી પાસે ડેમોગ્રાફી છે, આપણી પાસે લોકશાહી છે, આપણી પાસે વિવિધતા છે. આ ત્રિવેણીમાં ભારતના દરેક સપનાને સાકાર કરવાની ક્ષમતા છે.
ભારતની વસ્ભાતી વિશે વાત કરતા કહ્યું કે વિશ્વમાં ત્રીસ વર્ષથી ઓછી વયની સૌથી વધુ વસ્તી ધરાવે છે. જ્યારે લાખો હાથ, મગજ, નિશ્ચય, સપના હોય, ત્યારે આપણે ઇચ્છિત પરિણામ મેળવી શકીએ છીએ.
પીએમ મોદીએ આજના દિવસે વીરોની બલિદાની પણ યાદ કરી હતી દેશની નાનાથી લઈને મોટી દરેક વાતનો લાલ કિલ્લાલ પર ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું વર્ષ 2014માં આપણે વિશ્વ અર્થવ્યવસ્થામાં 10મા નંબર પર હતા. આજે આપણે પાંચમા નંબરે પહોંચ્યા છીએ. તે. ભ્રષ્ટાચારે દેશને દબાવી રાખ્યો હતો. હું દેશવાસીઓને 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું. અગાઉ ગરીબો માટે ઘર બનાવવા માટે 90 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આજે ચાર લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં 13.50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.