
SAFF ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો, પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને પરાજય કરી નવમી વખત જીત્યું ટાઈટલ
દિલ્હીઃ- ભારતીય ફૂટબોલ ટીમે ફરી ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કુવૈતને પેનલ્ટી પર 5-4થી હરાવીને 9મી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ જીતી લીધી છે. એટલે કે ટીમ દક્ષિણ એશિયાઈ ફૂટબોલની ચેમ્પિયન બની છે.
આ બંને ટીમો 1-1 થી બરોબરી પર રહેતા રમત વધારાના સમયમાં પહોંચી ચૂકી હતી.ત્યાર બાદ આ પછી પેનલ્ટી શૂટઆઉટ થયો હતો. જેમાં ભારતીય ટીમે 5 ગોલ કર્યા હતા. જ્યારે કુવૈત માત્ર 4 ગોલ જ કરી શક્યું હતું.અને ભારતે વિજય પ્રાપ્ત કર્યો હતો.
કુવૈત માટે શાબીબ અલ ખાલિદીએ 14મી મિનિટે ગોલ કર્યો હતો. ત્યાર બાદ ભારતીય ટીમ માટે 38મી મિનિટે લલિનઝુઆલા છાંગટેએ ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો. ત્યાર બાદ છેલ્લા સમય સુધી બંને ટીમોમાં ગોલ માટે રસાકસસી ચાલી હતી,
આ બાદ બન્નેમાંથી એક પણ ટીમ સફળ થઈ શકી નહોતી. છેવટે બંને ટીમોને વધારાનો સમય આપવામાં આવ્યો હતો એટલે મેચ વધારે સમય ચાલી હતી, પરંતુ તે પણ પેનલ્ટી શૂટઆઉટમાં પરિણમ્યો ન હતો. અહીં ભારતીય ટીમ માટે સુનિલ છેત્રી, સંદેશ ઝિંગન, લલિંજુઆલા છાંગટે, સુભાષીષ બોસ અને મહેશ સિંહે ગોલ કર્યા હતા.