
દક્ષિણ ભારતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે નવરાત્રી? જાણો
નવરાત્રી અને ગરબાની વાત આવે એટલે બધા જ લોકોના મનમાં પહેલો શબ્દ આવે ગુજરાતી, કેમ કે આ તહેવારને ગુજરાતના તહેવાર તરીકે જોવામાં આવે છે. પરંતુ હકીકતમાં એવુ નથી, કારણ કે આ તહેવારને સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે અને તે પણ અલગ અલગ રીતે.
આવામાં આપણે વાત કરીશું, દક્ષિણ ભારતની તો ત્યાં તો નવરાત્રીને કઈક આ રીતે ઉજવવામાં આવે છે. જેમ કે દક્ષિણ ભારતની ઉજવણીની પ્રથામાં કોઈ નિશ્ચિત થીમ આધારિત નાની – નાની મૂર્તિઓ ને એકી સંખ્યામાં ચડતા ક્રમમાં ગોલુ (સીડી) પર ગોઠવવામાં આવે છે.
વિશ્વભરમાં માં શક્તિની આરાધના કરતા ઉજવતો ઉત્સવ છે નવરાત્રી. નવ દિવસ ચાલનારા આ તહેવારમાં દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.ગોલુ (સીડી)ના પગથિયાં આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ પગથિયાં એ નિર્વાણ તરફ જવાનું પ્રતીક છે. સૌથી ઉપરના પગથીયાઓ પર ભગવાનની, દેવી -દેવતાઓની નાની પ્રતિમા રખાય છે. જયારે નીચેના પગથિયાં પર મનુષ્ય, પશુ ,પક્ષી, ફળ -ફૂલની મૂર્તિઓ મુકવામાં આવે છે. વચ્ચેના ભાગમાં કોઈ થીમ મુજબ મૂર્તિઓની ગોઠવણી હોય છે પણ તેમાં મોટાભાગે મનુષ્યની રોજબરોજ ની ઘટનાઓનું પ્રતીક હોય છે.
નવરાત્રીની દરરોજ સાંજે માતાજીની આરતી અને પૂજા કરવામાં આવે છે, હલ્દી કુમકુમ કરવામાં આવે છે, કુમારિકાને ભેટ આપી જમાડવામાં આવે છે. સાગા સંબંધીઓ અને મિત્રો એકબીજાને નવરાત્રીની વધામણી પણ આપે છે.
નવરાત્રી માટે ગોલુની સજાવટ એ પરિવાર માટે ખુશીનો પ્રસંગ છે, આ સજાવટની પ્રથા ક્યાંક નાતાલ ના ક્રિસ્મસટ્રી ની સજાવટ થી મળતી આવે છે.