
અમેકિરામાં બરફના તોફાનનો કહેર – 50 લોકોએ ગુમાવ્યા જીવ
- અમેકિરામાં બરફના તોફાનનો કહેર
- 50 લોકોએ ગુમાવ્યા જીવ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં બરફના તુફાનનો કહેર ફેલાયો છે, છેલ્લા કેટલાક સમયથી વરસતા બરફના કારણે ઘણા લોકોએ જીવ પમ ગુમાવ્યા છે, અત્યાર સુધી અમેરિકામાં ભારે બરફવર્ષાને કારણે લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ન્યુ યોર્ક રાજ્યના અધિકારીઓએ ઘાતકી પરિસ્થિતિઓનું વર્ણન કર્યું, ખાસ કરીને બફેલોમાં જ્યાં વાહનો અને બરફના ઢગલાઓની અંદર જીવિત કે મૃત લોકોની શોધ કરવામાં આવી રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, અમેરિકાના ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં બરફવર્ષાની સ્થિતિ યથાવત છે. જેણે ઘણા દિવસોથી દેશને ઘેરી લીધો છે. વાવાઝોડાને કારણે નવ રાજ્યોમાં વીજ પુરવઠો, મુસાફરીમાં વિલંબ અને ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે.
અઠવાડિયાની શરુઆતમાં સોમવારે તીવ્ર બરફ, જોરદાર પવન અને શૂન્યથી ઓછા તાપમાનને કારણે 3,800 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તાજેતરના દિવસોમાં 15,000 થી વધુ યુએસ ફ્લાઇટ્સ પહેલાથી જ રદ કરવામાં આવી છે આ સાથે જ આ બરફના તુફાનને સદીનું બરફવર્ષા ગણાવી છે