
કેન્દ્રનો મહત્વનો નિર્ણય – દેશની તમામ સૈનિક સ્કૂલોમાં હવેથી ગર્લ્સ કેડેટ્સને પણ અપાશે પ્રવેશ
- હવેથી સૈનિક શાળાઓમાં કન્યાઓને પણ પ્રવેશ અપાશે
- કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
દિલ્હી -દેશભરમાં દરેક ક્ષતેર્માં હને મહિલાઓ આગળ આવી રહી છેછોકરીઓ પમ દરેક બાબતે છોકરા સમોવડી થઈ રહી છે, ત્યારે હવે કેન્દ્ર એ પણ સૈનિક સ્કુલોમાં ગર્લ્સને પ્રવેશ આપવાની બાબતે મહત્વ આપ્યું છે,10 માર્ચે શૈક્ષણિક સત્ર 2021-22થી આ નિર્ણય હેઠળ દેશભરની તમામ સૈન્ય શાળાઓમાં ગર્લ્સ કેડેટ્સને પ્રવેશ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશભરમાં હાલ 33 સૈનિક શાળાઓ કાર્યરત છે જેમાં અત્યાર સુધી માત્રને માત્ર બાયઝને જ પ્રવેશ આપવામાં આવતો હતો .જો કે હવેથી આ શૈક્ષણિક સત્ર શરુઆત થતાની સાથે જ આ શાળાઓમાં કન્યાઓને પણ પ્રવેશઆપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની તમામ શોળાઓ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા સંટચાલિત થતી હોય છે, જે સંરક્ષણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે. સૈનિક શાળાઓની સ્થાપનાનો હેતુ વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ ભારતીય સશસ્ત્ર દળમાં પ્રવેશ માટે સંપૂર્ણ તૈયાર અને મજબૂત બનાવવાનો છે
.આ સમગ્ર મામલે સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાયકે લોકસભામાં જણાવ્યું હતું કે, મિઝોરમના સૈનિક સ્કૂલ છંગછી ખાતે શૈક્ષણિક સત્ર વર્ષ 2018-19માં ગર્લ્સ કેડેટમાં પ્રવેશ માટે પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ સરકારે શૈક્ષણિક સત્ર 2021-22થી તમામ સૈનિક સ્કુલમાં યુવકોની સાથે સાથે જ યુવતીઓને પણ પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.
સાહિન-