1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાષ્ટ્ર નિર્માણ માટે કેન્દ્ર-રાજ્યોના જાહેર સેવા આયોગની મહત્વની ભૂમિકાઃ UPSC ચરમેન
રાષ્ટ્ર નિર્માણ માટે કેન્દ્ર-રાજ્યોના જાહેર સેવા આયોગની મહત્વની ભૂમિકાઃ UPSC ચરમેન

રાષ્ટ્ર નિર્માણ માટે કેન્દ્ર-રાજ્યોના જાહેર સેવા આયોગની મહત્વની ભૂમિકાઃ UPSC ચરમેન

0
Social Share

અમદાવાદઃ જાહેર સેવા માટે લાયક ઉમેદવારોની ભરતી કરવી એ એક પ્રકારે રાષ્ટ્ર નિર્માણનું મહાકાર્ય છે. જે રીતે શિક્ષક એક બાળકને શિક્ષણ આપીને તેમના ભવિષ્યને આકાર આપે છે, એ પ્રકારે જાહેર સેવા આયોગના કર્મયોગીઓ રાષ્ટ્રના ઉજળા ભવિષ્યનું ઘડતર કરે છે. તેમ એકતાનગર ખાતે વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગની સ્થાયી સમિતિની બેઠકમાં યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ જણાવ્યું હતું.

સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની નેશનલ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠકને સંબોધન કરતા દેશની શ્રેષ્ઠ રિક્રુટમેન્ટ એજન્સીના અધ્યક્ષ મનોજ સોનીએ કહ્યું કે, હવે જમાનો બહુ ઝડપથી બદલાઇ રહ્યો છે. જે સમય પહેલા હતો, એવો સમય હવે નથી. આધુનિક ટેક્નોલોજીના સમયમાં સેવા આયોગના પરિમાણો અને કાર્ય કરવાની પદ્ધતિ પણ બદલાઇ છે. હાલમાં સમયમાં દેશ બહુ સારા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવા સમયે શ્રેષ્ઠ માનવ સંસધાનને જાહેર સેવામાં લાવવામાં આવી રહ્યો છે. વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. શ્રેષ્ઠ કર્મયોગીઓની ભરતી કરવા માટે ફાઇલમાં કામગીરી કરવી, વિવિધ તબક્કે પરીક્ષાઓ યોજવી, પરિણામો આપવા ઉપરાંત ભલામણ કરવી એ પણ રાષ્ટ્ર નિર્માણનું કામ છે.

સ્થાયી સમિતિની બેઠક માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગીને યથાર્થ ઠેરવતા તેમણે કહ્યું કે, ગંગા સ્નાનથી, યુમના આચમનથી મોક્ષ મળે છે, પણ નર્મદા નદીના દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સ્થળે સરદાર પટેલ સાહેબની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપવાથી એક ઐતિહાસિક કાર્ય થયું છે. તેમણે જીપીએસીમાં કાર્યરત યુવા અધિકારીઓની કાર્યદક્ષતાને બિરદાવી હતી. તેમજ આગામી દિવસોમાં લખનોઉ ખાતે યોજનારી નેશનલ કોન્ફરન્સ માટેની મુદ્દાઓની ચર્ચા કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code