જયપુરઃ ગાયના છાણથી બનેલું 35 ફૂટનું અનોખું મંદિર,હજાર વર્ષ સુધી નહીં બગડે મૂર્તિ
રાજસ્થાનના જયપુરમાં ગાયના છાણ અને માટીથી બનેલી ઉત્તરમુખી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.તેની ઉંચાઈ 35 ફૂટ છે અને તેની સ્થાપના મહાલક્ષ્મી નારાયણ ધામ મંદિર પરિસરમાં કરવામાં આવી છે.સંકટ મોચન ગોબરીયા હનુમાનજીની મૂર્તિનું ગત 24મી જાન્યુઆરીએ અભિષેક કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત 20 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું ગર્ભગૃહ પણ બનાવવામાં આવ્યું છે.આખા મંદિર પર ગોબરની પેસ્ટ લગાવવામાં આવી છે.આમાં મુખ્ય મૂર્તિનું કદ 35 ફૂટ ઊંચી, 18 ફૂટ પહોળી અને 4 ફૂટ જાડી છે.
હનુમાનજીની આ વિશાળ પ્રતિમા બનાવવા માટે ગાયના છાણની 23 હજાર ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ સાથે ગાયના છાણમાંથી ગણેશજીની દોઢ ફૂટ ઊંચી મૂર્તિ અને એક ફૂટ ઊંચી લક્ષ્મીજીની મૂર્તિ બનાવવામાં આવી છે.
મંદિરના પૂજારી વિષ્ણુ દત્ત શર્માએ જણાવ્યું કે,ગાયના છાણ અને માટીમાંથી મૂર્તિ બનાવવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો.સાત કારીગરોએ મળીને તૈયાર કર્યું છે.તેને બનાવવામાં 17 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
જોકે, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે રૂ. 2 કરોડનો ખર્ચ થશે.જેમાં મહાલક્ષ્મીજીની 121 ફૂટની ગાયના છાણની મૂર્તિ સહિત અન્ય અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.