1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં ફરી લમ્પી વાયરસનો વધતો કહેર. એક અઠવાડિયામાં 3 હજારથી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી
દેશમાં ફરી લમ્પી વાયરસનો વધતો કહેર. એક અઠવાડિયામાં 3 હજારથી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી

દેશમાં ફરી લમ્પી વાયરસનો વધતો કહેર. એક અઠવાડિયામાં 3 હજારથી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી

0
Social Share
  • પશુઓમાં ફરી લમ્પી વાયરસ જોવા મળ્યો
  • છેલ્લા 1 અઠવાડિયામાં હજારો કેસ નોંધાયા

દિલ્હીઃ- દેશભમાં ફરી એક વખત પશુઓમાં લમ્પી વાયરસનો કહેર મંડળાઈ રહ્યો છે કેન્દ્રને છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 3 હજાર કેસોની ભાળ થઈ છે જેને લઈને કેન્દ્રની ચિંતામાં ફરી વધારો થયો છો તો બીજી તરફ પશુપાલક લોકોમાં પણ ચિંતા વ્યાપી છે,આ અગાઉ લાખો ગાયોને લમ્પી વાયરસ ભરખી ગયો હતો આ દહેશત હવે ફરીથી સતાવી રહી છે.

પશુઓમાં આ વાયરસ ફેલાવનાર આ જીવલેણ રોગ ફરીથી  કહેર વર્તાવવા લાગ્યો છે ખાસ કરીને. મહારાષ્ટ્ર, બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તેના લક્ષણો દેખાવા લાગ્યા છે જેને લઈને રાજ્યની સરકારો ચિંતામાં સરી પડી છે. એક સપ્તાહની અંદર ત્રણ હજારથી વધુ ફરિયાદો કેન્દ્ર સરકારને મળી ચૂકી છે.તો આગામી દિવસોમાં આ આકંડો વધવાની પુરેપુરી શક્યતાઓ દેખાઈ રહી છે.

જો કે રોગચાળો ફેલાવાની આશંકા વચ્ચે ખાસ ધ્યાન વધારવામાં આવી રહ્યું છે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે એક મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે.

આ સહીત કેન્દ્ર દ્રારા અનેક રાજ્યોને લમ્પી વાયરસના જોખમને લઈને પહેલાથી જ  એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લમ્પી એક વિનાશક રોગ છે, જે ભેંસ-ગાય સહિત અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ગયા વર્ષે આ રોગને કારણે દેશમાં લગભગ 1.5 લાખ પશુઓ મૃત્યુ પામ્યા હતા.ત્યારે ફરી દેશમાં આ સ્થિતિ ન સર્જાય તેવી તકેદારી રુપે એડવાન્સમાં રાજ્યને ચેતવણી આપવામાં આવી છે જેથી સમય સૂચકતા અનુસાર સારવાર પર લોકો ધ્યાન આપી શકે અને રોગને ફેલાતો અટકાવી શકાય.

માહિતી પ્રમાણે આ લમ્પી વાયરસની વધુ ફરિયાદો એવા સ્થળોએથી આવી રહી છે જ્યાં રસી ઓછી મૂકવામાં આવી છે. પરંતુ જ્યાં રસીકરણ કરવામાં આવ્યું છે, ત્યાંની સ્થિતિ સારી જોઈ શકાય છે. પશુપાલન નિયામક કચેરીએ પહેલાથી જ ચેતવણી જારી કરી દીધી હતી કે માર્ચ પછી રસીકરણ ઝડપી બનાવવું પડશે. રાજ્યોને આ માટે પણ એલર્ટ કરવામાં આવ્યા છે.જેથી રસીના ઉપયોગથી આ વાયરસને અટકાવવામાં સફળતા મળે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code