
વિશ્વમાં આટલા દેશોમાં થાય છે સૌથી વધારે સાયબર અટેક,ભારત પણ આ યાદીમાં સામેલ
- વિશ્વમાં સાયબર હુમલામાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ
- ડિજિટલ ઇન્ડિયામાં સતત વધતું જોખમ
ટ્રેન્ડ માયક્રોના મધ્ય-વર્ષના સાયબર સુરક્ષા અહેવાલ મુજબ, માલવેર ડીટેક્શનમાં ભારત વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં સામેલ છે, જે પ્રથમ છ મહિનામાં કુલ 90,945 રેન્સમવેર ડીટેક્શનમાં 5.5 ટકા હિસ્સો ધરાવે છે. 2023ના પ્રથમ છ મહિનામાં દેશ વૈશ્વિક માલવેર અને ઓનલાઈન બેંકિંગ માલવેર ડિટેક્શનમાં ટોચના સ્થાને પહોંચવા સાથે ભારતમાં સાયબર ધમકીના લેન્ડસ્કેપમાં ખતરનાક વળાંક આવ્યો છે.
જો કે તે વાત જાણીને સૌ કોઈને શોક લાગશે કે ઓનલાઈન બેંકિંગ માલવેર હુમલામાં ભારત વિશ્વભરમાં ચોથા ક્રમે છે, જેનો વૈશ્વિક સંખ્યામાં લગભગ 8.2 ટકા હિસ્સો છે.
જાણકારી અનુસાર 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, નોંધપાત્ર 5609 ઓનલાઈન માલવેર હુમલાઓ ઓળખાયા હતા. આ જોખમોની અસર વિવિધ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. સરકારી ક્ષેત્રે 18862 માલવેર હુમલાઓનોઅનુભવ કર્યો, જ્યારે બેન્કિંગ ક્ષેત્રે 15514 માલવેર હુમલાઓનો સામનો કરવો પડ્યો. નોંધનીય રીતે કોઈમીનેર, મિમિકેટ્સ અને પાવલોડ જેવા માલવેર જૂથ ઉત્પાદન, સરકાર અને બેંકિંગ ઉદ્યોગો માટે નોંધપાત્ર જોખમો ઉભા કરે છે.
સાયબર ગુનેગારો વધુને વધુ આધુનિક બની રહ્યા છે અને અર્થતંત્રના મહત્વના ક્ષેત્રોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં 85 અબજધમકીઓ બ્લોક કરવામાં આવી હતી જેમાં 37 અબજ ઈમેલ ધમકીઓ હતી જ્યારે 46 અબજ દૂષિત ફાઈલો હતી.