
કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાન અને તુર્કીને રોકડું પરખાવ્યું
નવી દિલ્હીઃ ભારતીય સચિવે કાશ્મીર વિષય ઉપર પાકિસ્તાન અને તુર્કીયને સંયુક્ય રાષ્ટ્રના મંચ રોકડુ પરખાવ્યું હતું. ભારતે કાશ્મીર ઉપર તુર્કીય અને પાકિસ્તાનના નિવેદનને લઈને જવાબ આપતા કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેનાથી કોઈ પણ દખલ કરવી ના જોઈએ. તેમજ તૂર્કિય બીજી વખત આવુ કરવાથી દૂર રહેશે.
આંતરરાષ્ટ્રીય મંચના દુરઉપયોગ મામલે ભરત તરફથી પાકિસ્તાનના વલણની નિરાશા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને આ પહેલા જ અલગ-અલગ વિષયો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ આ વખતે તુર્કિયએ પણ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની 55મી માનવાધિકાર કાઉન્સિલમાં પાકિસ્તાને કાશ્મીરના વિષય ઉપર ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યાં હતા. તૂર્કીયએ પણ આ વિષય ઉપર પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. ગંભીર આરોપોનો જવાબ આપતા ભારતના પ્રથમ સચિવ અનુપમા સિંહએ પાકિસ્તાનને આડેહાથ લીધું હતું. તેમજ તૂર્કીયને પણ ભારતના આંતરીક મામલામાં દખલ નહીં કરવાની ચેતવણી આપી હતી.