
WEF ના ગ્લોબલ જેન્ડર રિપોર્ટમાં ભારતની સ્થિતિ સુધરી – 146 દેશોમાંથી 127મા સ્થાને પહોચ્યું, વિતેલા વર્ષની સરખામણીમાં 8 અંકનો સુધાર
- વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર રિપોર્ટ
- વિતેલા વર્ષની તુલનામાં ભારતની સ્થિતિ સુધરી
દિલ્હીઃ- લીંગ સમાનતા મામલે વર્લેડ ઈકોનોમિક ફોરમનો એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.લિંગ સમાનતાની બાબતમાં ભારત 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આ વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ, 2023 પ્રમાણે, ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એ વર્ષ 2022 માટેના તેના અહેવાલમાં ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતને 146માંથી 135માં સ્થાન આપ્યું છે. જ્યારે વર્ષ 2023 માં 127મું સ્થઆન પ્રાપ્ત થતા ભારતની સ્થિતિ સુધરેલી જોવા મળી રહી છે.
માહિતી પ્રમાણે ભારતની સ્થિતિમાં વિતેલા વર્ષની તુલનામાં 1.4 ટકા પોઈન્ટ્સ અને આઠ સ્થાનનો સુધારો થયો છે અને આંશિક રીતે 2020 સમાનતા સ્તર તરફ છે. દેશે શિક્ષણના તમામ સ્તરે નોંધણીમાં સમાનતા હાંસલ કરી છે.
આ સાથએ જ ભારતે તેનો 64.3 ટકા જેન્ડર ગેપ પૂરો કર્યો છે. આ ઈન્ડેક્સમાં પાકિસ્તાન 142માં, બાંગ્લાદેશ 59માં, ચીન 107માં, નેપાળ 116માં, શ્રીલંકા 115માં અને ભૂટાન 103માં ક્રમે છે. આઇસલેન્ડ સતત 14મા વર્ષે સૌથી વધુ લિંગ સમાન દેશ સાબિત થયો છે.