
‘ઈન્ડિયા પોસ્ટ’ એટીએમ કાર્ડના બદલાઈ જશે ચાર્જ, પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે નવા રેટ
- એટીએમ કાર્ડના ચાર્જ બદલાઈ જશે
- પહેલી ઓક્ટોબરથી નવો ચાર્જ લાગુ પડશે
- લોકોએ જાણકારી લેવી મહત્વની
બેંકો દ્વારા યોગ્ય સમય પર હંમેશા જરૂરી પ્રકારના ફેરફાર અને બદલાવ કરવામાં આવે છે, મોટા ભાગે તો બેંકના ચાર્જમાં હંમેશા બદલવામાં અથવા ફેરફાર કરવામાં આવે છે. ત્યારે હવે તમારે લોકોએ જાણકારી લેવી જોઈએ કે જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે તો 1 ઓક્ટોબરથી ATM CARD પરના ચાર્જમાં ફેરફાર થવાનો છે.
ટપાલ વિભાગે એક પરિપત્ર દ્વારા આ માહિતી આપી છે. નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો માટે ATM ના ઉપયોગની મર્યાદા લાગુ કરાઈ છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પરના નવા ચાર્જીસ આ મુજબ રહેશે. 1 ઓક્ટોબરથી ATM / DEBIT CARD નો વાર્ષિક મેઇન્ટેનન્સ ચાર્જ 125 રૂપિયા પ્લસ જીએસટી હશે. આ ચાર્જ 1 ઓક્ટોબર 2021 અને 30 સપ્ટેમ્બર 2022 ના સમયગાળા માટે લાગુ પડશે.
જો કે ઈન્ડિયા પોસ્ટ દ્વારા એ પ્રકારના પણ બદલાવ કરવામાં આવશે કે જો ગ્રાહક તેનું INDIA POST ATM CARD ખોવી દે છે તો તેને બીજા ડેબિટ કાર્ડથી બદલવા માટે 1 ઓક્ટોબરથી 300 રૂપિયા અને જીએસટી વસૂલવામાં આવશે. આ સાથે જો ATM PIN ખોવાઈ જાય, તો 1 ઓક્ટોબરથી ડુપ્લિકેટ પીન માટે ચાર્જ ચૂકવવો પડશે. પિન ફરીથી જનરેટ કરવા અથવા શાખા દ્વારા ડુપ્લિકેટ પિન મેળવવા માટે 50 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.