
લદ્દાખ સીમા વિવાદની સેન્ય બેઠકમાં ભારતે કહ્યું – ચીનએ નિયમનો ભંગ કર્યો છે એટલે પહેલા ચીનની સેના પીછે હટ કરે
- સોમવારના રોજ ભારત-ચીન સેન્યની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
- ભારતે નહી મૂક્યું નમતું
- ચીનને તાકીદ કરી પીછે હટચ કરવા જણાવ્યું
- બન્ને સેનાએ પાછળ ખસવા માટે રોડમેપ તૈયાર કરવા સુચવ્યું
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા તણાવ ચાલી રહ્યો છે, ત્યારે વિતેલા દિવસે સોમવારના રોજ બન્ને સેન્ય અધિકારીઓ વચ્ચે લાંબા સમયની બેઠક યોજાઈ હતી જેમાં ભારતે સખ્ત વલણ અપનાવ્યું હતું ,ભારતે ચીનને ક્હયું કે, વિવાદીત જગ્યાએથી ચીનએ તરત પાછળ હટી જવું જોઈએ, કારણ કે, સેનાને આગળ વધારવાની શરુઆત તેમના થકી જ થઈ હતી.
ભારતે સેન્ય લેવલની બેઠકમાં ચીનને બેઘડક કહી દીધુ છે કે, તમે પોતાની સેનાને તાત્કાલિક પાછળ ખસેડી લો, જો ચીન પીછે હટ નહીં કરે તો ભારતીય સૈનિકો સરહદ પર શરદીની ઋતુમાં પણ અડગ ખડેપગે રહેવા માટે તૈયાર છે.
ભારત અને ચીન વચ્ચેની બેઠકમાં મુખ્ય મુદ્દાઓ પર થઈ વાત-ચીત
- ચીન લદ્દાખ સીમાના દરેક વિસ્તારમાંથી પીછે હટ કરે
- એલએસી પાસેથી બન્ને સેનાને પાછળ ખસેડવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવે જેનાથી આઘળ વધવું જોઈએ
- ચીન તરફથી નિયમોનો પ્રથમ ભંગ કરવામાં આવ્યો હતો એટલા માટે સેનાને પાછળ ખસેડવાનું કાર્ય પહેલા ચીનએ કરવું જોઈએ ત્યાર બાદ ભારત તેને ફોલો કરશે
- પેન્ગોગ ત્સો ફિંગર વિસ્તારોમાંથી તાત્કાલિક ચીની સેનાએ હટી જવું જોઈએ, હોટસ્પ્રિંગ, દેપસાંગનો મામલો પણ ભારત દ્વારા આ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો
બન્ને સેન્યની આ બેઠક સોમવારના રોજ સવારે નવ વાગ્યે શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. હવે આજ રોજ ગળવારે ફરી એકવાર બંને દેશોની સેનાના કોર્પ્સ કમાન્ડર સામ-સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, આ વિવાદના સમાધાન માટે વાટાઘાટો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભારત તરફથી ચીનને કહેવામાં આવ્યું છે કે, જો ચીન સંપૂર્ણ રીતે આ વિસ્તારમાંથી પાછું નહીં જખસે અને પરિસ્થિતિને પુનર્સ્થાપિત કરવાના પ્રયત્નો કરશે તો ભારતીય સેના લાંબા સમય સુધી અને શરદીની મોસમમાં પણ આ વિસ્તારમાં ખડજેપગ રહેવા તૈયાર છે
સાહીન