
રશિયા વિરુદ્ધ વોટિંગમાં ભારત રહ્યું દૂર – કિવના મેયરનું નિવેદન, રશિયાની સેનાએ અમને ચારેબાજૂથી ઘેરી લીધા
- રશિયા વિરુદ્ધ ભારત અને ચીને ન કર્યું વોટિંગ
- કિવના મેયરે જણાવી આપવીતી
- કહ્યું,રશિયન સેનાએ ચારે બાજૂથી અમને ઘેર્યા છે
દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને આજે સતત પાંચમો દિવસ છે ત્યારે પણ રશિયા પાતાની સેના થકી યુક્રેન પર સલતત હુમલો કરાવી રહ્યું છે ,રશિયાની આ બાબતે વિશ્વભરમાં નિંદા થી રહી છે, જો કે ભારત અને ચીને રશિયા વિરુદ્ધ વોટિંગ કર્યું નથી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ યુક્રેન મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સ્પેશિયલ ઈમર્જન્સી સેશનમાં મોકલવા માટે મતદાન કર્યુ છે. આ પ્રસ્તાવના પક્ષમાં 11 અને વિપક્ષમાં 1 મ અપાયો છે. ભારત, ચીન અને યુએઈએ ફરી એકવાર વોટિંગથી દૂર રહ્યા છે.તો બીજી તરફ રાજધાની કિવના મેયરે પોતાવી આપવીતી મીડિયાને જણાવી હતી
કિવના મેયરે પ્રેસને જણાવ્યું હતું કે કિવથી બહાર નીકળવાના માર્ગો બંધ થઈ ચૂક્યા છે. રશિયન સેનાએ અમને ચારે તરફથી ઘેરી લીધા છે. અધિકારીઓનો દાવો છે કે રશિયાએ બેલારુસથી યુક્રેન પર બેલેસ્ટિક મિસાઈલો લોન્ચ કરી છે.તો બીજી તરફ રશિયાએ પણ પોતાના અનેક સૈનિકો માર્યા ગયાનો સ્વીકાર કર્યો છે. જો કે હજુ સુધી મૃતકોનો આંકડો જારીકર્યો નથી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની માહિતી પ્રમાણે રશિયાના આક્રમણમાં 352 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે, જેમાં 14 બાળકોનો પણ સમાવેશ થાય છે.આ સાથે જ બીજી તરફ નિર્ણય લેવાયો છે કે યુરોપિયન યુનિયન યુક્રેનને 45 કરોડ યુરોની કિંમતના હથિયારો આપશે. સ્વીડન 500 એન્ટી ટેન્ક મિસાઈલ યુક્રેન મોકલી રહ્યું છે. રશિયા માટે લગભગ સમગ્ર યુરોપની એરસ્પેસ બંધ થઈ ચૂકી છે.રશિયા પર અનેક દેશોે પ્રતિબંધો લાદી દીધા છે,જો કે ભારત આ તમામ બાબતથી દૂર રહ્યું છે.ભારતે રશિયા સામે કોઈ જ પ્રકારનું આકરુ વલણ અપનાવ્યું નથી