ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા વિશ્વની નંબર-1 ટી20 બોલર બની
Cricket 23 ડિસેમ્બર 2025: World’s No. 1 T20 bowler આજે ICC એ મહિલા ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી. સ્મૃતિ મંધાનાને મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં નુકસાન થયું છે, જેના કારણે તેમનું ટોચનું સ્થાન ગુમાવવું પડ્યું છે. ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા નંબર-1 ટી20 બોલર બની ગઈ છે. દીપ્તિના રેટિંગ પોઈન્ટ 737 છે, જ્યારે ટોચ પરથી બીજા સ્થાને સરકી ગયેલી ઓસ્ટ્રેલિયન ખેલાડી એનાબેલ સધરલેન્ડના રેટિંગ પોઈન્ટ 736 છે.
વધુ વાંચોઃ આ ખેલાડીએ T20 ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યા
ICC મહિલા ટીમ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયા વનડે અને T20 માં નંબર વન ટીમ બની રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બંને ફોર્મેટમાં ત્રીજા ક્રમે યથાવત છે. મહિલા ODI બેટ્સમેનોના રેન્કિંગની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડટ નંબર વન પર આવી છે. તેણીના 820 રેટિંગ પોઈન્ટ છે. સ્મૃતિ મંધાનાએ નવીનતમ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યું છે, અને તે 811 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને આવી ગઈ છે. ત્રીજા (એશ્લે ગાર્ડનર) અને ચોથા (નેટ સાયવર બ્રન્ટ) સહિત ટોચના 10 માં કોઈ ફેરફાર થયો નથી.
દીપ્તિ શર્મા નંબર 1 ટી20 બોલર બની
ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 21 ડિસેમ્બરે શ્રીલંકા સામેની પહેલી T20માં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી, આ પ્રદર્શનને કારણે તેનું રેટિંગ એનાબેલ સધરલેન્ડ કરતાં એક પોઈન્ટ ઉપર ગયું. દીપ્તિ 737 રેટિંગ સાથે નંબર વન ટી20 બોલર બની, જ્યારે સધરલેન્ડ 736 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો. દીપ્તિ પહેલી વાર નંબર વન ટી20 બોલર બની છે.
દીપ્તિ શર્મા ODI અને T20I ઓલરાઉન્ડર રેન્કિંગમાં અનુક્રમે ચોથા અને ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર 498 રેટિંગ પોઈન્ટ સાથે ટોચની ODI ઓલરાઉન્ડર છે. વેસ્ટ ઈન્ડિઝના હેલી મેથ્યુઝ ટી20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે.
વધુ વાંચોઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો


