1. Home
  2. ગુજરાતી
  3. સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલાનો ભારતીય અમેરિકનોએ વંદે માતરમના લગાવ્યા નારા લગાવીને કર્યો વિરોધ
સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલાનો ભારતીય અમેરિકનોએ વંદે માતરમના લગાવ્યા નારા લગાવીને કર્યો વિરોધ

સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલાનો ભારતીય અમેરિકનોએ વંદે માતરમના લગાવ્યા નારા લગાવીને કર્યો વિરોધ

0
Social Share

દિલ્હીઃ- અમેરિકા ,કેનેડા સહીત કેટલાક દેશઓમાં ખઆલિસ્તાનીઓ દ્રારા ફેલાવવામાં આવતા આતંકને લઈને ભારત સતત તેની નિંદા કરી રહ્યું છે ત્યારે અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓ દ્રારા ફેલાવાતા આતંકને લઈમે મૂળ ભારતીયોએ વિરોધ દર્શાવ્યો છે.

જાણકારી પ્રમાણે ભારતીય-અમેરિકન સમુદાયે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કર્યો છે. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો શુક્રવારેસાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારત અને તેના રાજદ્વારીઓ માટે સમર્થન વ્યક્ત કરવાેસ સાથે આવ્યા હતા.

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટની બહાર એકઠા થયેલા ભારતીય અમેરિકનો વંદે માતરમ, ભારત માતા કી જય અને અખંડ ભારત ઝિંદાબાદ જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા. તેમના હાથમાં બેનરો હતા જેમાં લખ્યું હતું કે અમે અમારા રાજદ્વારીઓ સાથે છીએ અને દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલો આતંકવાદી કૃત્ય છે.

ઉલ્લેખનીય છે કે  ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે 2 જુલાઈના રોજ વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ મોટી જાનહાનિ કે ઈજા થઈ નથી અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.ઘટનાનો એક વીડિયો સૂત્રો દ્વારા ચકાસવામાં આવ્યો હતો, જેમણે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગ દ્વારા આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. એક અધિકારીએ હુમલાને આતંકવાદી કૃત્ય સાથે સરખાવ્યો અને કહ્યું કે તેમાં કોઈ મોટી જાનહાનિ કે કર્મચારીઓને નુકસાન થયું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code