
ભારતીય શેર બજારમાં વેચવાલીને પગલે નબળી શરૂઆત
મુંબઈઃ સોમવારે ભારતીય શેર બજારમાં કામકાજની શરૂઆત નબળી થઈ હતી. બીએસઈ સેંસેક્સ સવારે ટ્રેડમાં 200 પોઈન્ટના ઘટાડા સાથે 72900 પોઈન્ટના લેવલે ટ્રેડ કરતું હતું. જ્યારે નિફ્ટીમાં 57 પોઈન્ટના ઘટાડા સાથે 22155 પોઈન્ટના લેવલે જોવા મળ્યો હતો. શેર બજારની શરૂઆતમાં નિફ્ટી મિડ કેપ, બીએસઈ, સ્મોલ કેપ અને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં તેજી તથા નિફ્ટી આઈટી, નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનેંશિયલ સર્વિસિઝ ઈન્ડેક્સમાં ઘટાડો થયો હતો.
ભારતીય શેર બજારમાં અદાણી ઈન્ટરપ્રાઈઝસ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રિડ, ડોકટર રેડ્ડી, સિપ્લા, કોલ ઈન્ડિયા અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી જ્યારે એશિયાઈ પેન્ટસ, ટાઈટન, એચડીએફસી લાઈફ, એલટી મિંડટ્રી, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને બજાજ ફાઈનેંસ લાલ નિશાન ઉપર ટ્રેડ કરતો હતો. વેચવાલીને પગલે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ બજાર ખુલતાની સાથે 32.9 હજાર કરોડ ઘટી હતી. 23મી ફેબ્રુઆરીના રોજ બીએસઈ લિસ્ટેડ તમામ શેરના કુલ માર્કેટ કેપ 3,93,04,036.23 કરોડ હતા. આજે 26મી ફેબ્રુઆરીના રોજ હાલ આ 3,92,71,128.96 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.