1. Home
  2. ગુજરાતી
  3. ગજબ કહેવાય! 3700 રૂપિયાની આ ઘડિયાળ 37 લાખ રૂપિયામાં વેચાઇ, જાણો તેની રસપ્રદ વાત
ગજબ કહેવાય! 3700 રૂપિયાની આ ઘડિયાળ 37 લાખ રૂપિયામાં વેચાઇ, જાણો તેની રસપ્રદ વાત

ગજબ કહેવાય! 3700 રૂપિયાની આ ઘડિયાળ 37 લાખ રૂપિયામાં વેચાઇ, જાણો તેની રસપ્રદ વાત

0
Social Share
  • 3700 રૂપિયાની ઘડિયાણ 37 લાખમાં વેચાઇ
  • આ એક સ્માર્ટવોચ છે
  • જે વર્ષ 1988માં આવી હતી

નવી દિલ્હી: એક જૂના iPhone Xને લગભગ અધધ…કિંમતે એટલે કે 64 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે, તેણે iPhone Xમાં USB Type C પોર્ટ લગાવ્યું હતું અને તેનાથી ફોન ચાર્જ થઇ શકે છે.

જો કે એક સ્માર્ટ વોચને અંદાજે 37 લાખ રૂપિયામાં વેચવામાં આવશે. આ વોચને હરાજીમાં મૂકવામાં આવી છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે આ વોચને 5000થી પણ ઓછા રૂપિયામાં ખરીદવામાં આવી હતી. અહીંયા પ્રશ્ન એ છે કે પહેલી એપલ વોચ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી તો વર્ષ 1998 કેવી રીતે? ખરેખર, વર્ષ 1988માં Seiko વોચ કંપની WristMac સ્માર્ટ વોચ બનાવવામાં આ હતી. એટલે કે લગભગ 30 વર્ષ પહેલાં આ કંપનીએ સ્માર્ટ વોચ તૈયાર કરી લીધી હતી. જો કે તેમાં ફીચર્સ લિમિટે હતા.

WristMac સ્માર્ટ વોચમાં પોર્ટેબલ Macintosh આપવામાં આવ્યું હતુ. જેનાથી ઈમેલ મોકલી શકાતા હતા. રિપોર્ટ મુજબ આ વોચને અવકાશયાત્રીઓ ઉપયોગ કરતા હતા. Macintosh એપલનું છે અને તેના કારણે તેને એપલ પાવર્ડ વોચ કહેવામાં આવી રહી છે. આ WristMac નું ઓક્શન Comic Connect દરમ્યાન કરવામાં આવી રહ્યું છે. 22 નવેમ્બરથી તેનું બીડીંગ શરૂ થયુ છે અને આ 18 ડિસેમ્બર સુધી ચાલશે.

આ અંગે કોમિન કનેક્ટના સ્થાપક અને CEO સ્ટીફન ફિશલરે કહ્યું કે, આ વોચ વેયરેબલ કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના પ્રારંભિક ઉદાહરણમાંથી એક છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે વર્ષ 1988ની આ વોચને આશરે 3700 રૂપિયામાં ખરીદવામાં આવી હતી. અત્યારસુધી તેનું પેકેજ પણ ખોલવામાં આવ્યું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code