1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વમાં 7 નહીં 8 ખંડ છે, 8માં ખંડનું નામ છે ‘ઝીલેન્ડિયા’, વાંચો આ ખંડ વિશે
વિશ્વમાં 7 નહીં 8 ખંડ છે, 8માં ખંડનું નામ છે ‘ઝીલેન્ડિયા’, વાંચો આ ખંડ વિશે

વિશ્વમાં 7 નહીં 8 ખંડ છે, 8માં ખંડનું નામ છે ‘ઝીલેન્ડિયા’, વાંચો આ ખંડ વિશે

0
Social Share
  • વિશ્વમાં સાત ખંડો હોવાની સમજ ખોટી છે
  • હકીકતમાં વિશ્વમાં કુલ 8 ખંડો આવેલા છે
  • વિશ્વમાં આવેલા આઠમાં ખંડનું નામ ઝીલેન્ડિયા છે

નવી દિલ્હી: વિશ્વમાં સાત ખંડો છે તેવી સામાન્ય સમજ છે, પરંતુ હકીકતે તો આઠ ખંડ છે. આઠમાં ખંડનું નામ ઝીલેન્ડિયા છે. આઠમાં ખંડ વિશે સૌપ્રથમ દાવો 1642માં નેધરલેન્ડના સંશોધક અબેલ તસ્માને કર્યો હતો. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણમાં પણ આવો જ દાવો થયો છે.

અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણમાં જણાવાયું હતું કે, ઝીલેન્ડિયા ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ જેવડો જ વિશાળ હતો. પરંતુ કાળક્રમે એ સમુદ્રમાં ગરકાવ થઇ ગયો હતો. સેટલાઇટ ઇમેજના આધારે ડેટા એકત્ર કરીને આ ખંડની ટેક્ટોનિક પ્લેટની ઓળખ કરવામાં આવી હતી. ખંડનો હિસ્સો અને પાણીનો હિસ્સો ખાસ ટેક્નોલોજીથી અલગ કરીને તેનું વિશ્લેષણ કરાયું ત્યારે સંશોધકોએ જણાયું કે ઝીલેન્ડિયા ખંડ ઘણો વિશાળ છે.

એક સમયે ગોંડવાના મહાખંડ અસ્તિત્વમાં હતો. એ વખતે અમેરિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, એન્ટાર્કટિકા ખંડ અને આફ્રિકા ખંડ ભારતીય ઉપખંડ સાથે જોડાયેલા હતા. એટલે કે તેમની પ્લેટ એક હતી, સમયાંતરે ભૂસ્તરીય હિલચાલ થવાના કારણે આ પ્લેટો અલગ પડી હતી અને નવા ખંડો સર્જાયા હતા.

વૈજ્ઞાનિકોએ જેને ગોંડવાના નામનો મહાખંડ ગણાવ્યો હતો. તેમાં પાંચ ટકા જમીન ઝીલેન્ડિયાની હતી. અત્યારે આ ખંડ ન્યૂઝીલેન્ડ નજીક 94 ટકા દરિયામાં ગરકાવ છે. તેનો માત્ર થોડોક હિસ્સો નાનકાડા ટાપુની જેમ બહાર દેખાય છે. ખંડ ગણવા માટે જે તે વિસ્તારની લાક્ષણિકતાઓ અલગ તારવવામાં આવી છે.

અમુક પ્રકારની વ્યાખ્યામાં બંધ બેસે તો જ તેને ખંડ ગણવામાં આવે છે. એ પ્રમાણે ખંડ સમુદ્રની સપાટીથી ઉપર હોવો જોઈએ. સમુદ્રની સરખામણીએ ભૂમીનું પડ મોટું હોવું જોઈએ. જોકે, ખંડની વ્યાખ્યા બાબતે વિજ્ઞાાનીઓમાં મતભેદો છે. ઝીલેન્ડિયાનો એ પરંપરાગત વ્યાખ્યામાં મેળ બેસતો ન હોવાથી તેને અલગ ખંડ ગણવામાં આવતો નથી.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code