
- અફઘાનિસ્તાનમાં તાલિબાનને વધતા વર્ચસ્વ બાદ 6 દેશોનો નિર્ણય
- અમેરિકા સહિત તઝાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યા
- પાવર અને હિંસાના જોરે તાલિબાનને નહીં કરવા દઇએ કબજો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ અનેક વિસ્તારો પર વર્ચસ્વ જમાવનાર તાલિબાન સામે હવે 6 દેશોએ અફઘાનિસ્તાનને સમર્થન આપ્યું છે. આ દેશોએ ચેતવણી આપી છે કે, તાલિબાનને હિંસાને જોરે અફઘાનિસ્તાન પર કબજો નહીં કરવા દઇએ. અફઘાનિસ્તાનના સમર્થનમાં અમેરિકા સહિત તઝાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન આવ્યા છે. આ દેશોનું કહેવું છે કે, તાકાતના જોરે આવનારી કોઇપણ નવી અફઘાન સરકારને સમર્થન મળશે નહીં.
આ તમામ દેશોએ તાલિબાનને ખુલ્લી ચેતવણી આપી છે કે સતત હિંસક હુમલા કરીને અફઘાનના મોટા ભાગના વિસ્તારમાં પર કબજો મેળવી ચૂક્યું છે. 6 દેશોનું કહેવું છે કે આતંકવાદી અને ત્રીજા પક્ષની પાવરને ચોક્કસપણે અફઘાનની જમીનનો ઉપયોગ વિશ્વના અન્ય કોઇપણ દેશને ધમકી આપવા માટે ના થવો જોઇએ.
આ ગઠબંધનને 5+1 નામ અપાયું છે. જેમણે એવી પ્રતિજ્ઞા લીધી છે કે અફઘાનના સંઘર્ષને ખતમ કરવા માટે તેઓ સાથે મળીને કામ કરશે. આ દેશોનું કહેવુ છે કે, યુદ્ધના કારણે દક્ષિણ અને મધ્ય એશિયાના દેશોનો આર્થિક વિકાસ અટકી ગયો છે. આ નિવેદન તાશકંદમાં થયેલા આંતરરાષ્ટ્રીય સંમેલન પછી આવ્યું છે. જેની પર સાઇન કરનારા દેશોએ કહ્યું કે, તેઓ અફઘાન શાંતિ સ્થાપવા માટે સ્થાયી અને સમૃદ્ધ પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માટે સંમત થયા છે.
આ તમામ દેશોનો પૂરેપુરુ જોર આ સમગ્ર મુદ્દાના રાજકીય સમાધાન પર છે. આ પહેલા શુક્રવારે અમેરિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન તરફથી એક સંયુક્ત નિવેદનમાં ક્ષેત્રીય સંપર્ક વધારવા માટે બહુપક્ષિય રાજનૈતિક પ્લેટફોર્મ તૈયાર કરવાની સંમતિ જાહેર કરી હતી.