1. Home
  2. ગુજરાતી
  3. FATFના બ્લેકલિસ્ટના ડરથી પાકિસ્તાન હવે આતંકી મસૂદ અઝહરની કરશે ધરપકડ
FATFના બ્લેકલિસ્ટના ડરથી પાકિસ્તાન હવે આતંકી મસૂદ અઝહરની કરશે ધરપકડ

FATFના બ્લેકલિસ્ટના ડરથી પાકિસ્તાન હવે આતંકી મસૂદ અઝહરની કરશે ધરપકડ

0
Social Share
  • ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ટૂંક સમયમાં થશે બેઠક
  • આ બેઠક અગાઉ પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરની ધરપકડ કરવાની પ્રક્રિયા કરી ચાલુ
  • એન્ટી ટેરરિઝમ કોર્ટે તે માટે ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે

કરાચી: ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની ટૂંક સમયમાં બેઠક થવાની છે, તે પહેલાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ થવાનો ડર લાગી રહ્યો છે. તેથી તે બ્લેકલિસ્ટથી બચવા માટે આતંકવાદી સંગઠનો ચલાવતા મસૂદ અઝહરની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. એન્ટી ટેરરિઝમ કોર્ટે તે માટે ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે.

પાકિસ્તાનની એન્ટિ ટેરરિઝમ કોર્ટે મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે. એ વોરંટ પાછળ એફટીએફની આગામી બેઠક જવાબદાર છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે તે પહેલાં પાકિસ્તાને આતંકી મસૂદની ધરપકડ કરવાનું નાટક ઘડી કાઢ્યું છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે ગત વર્ષે થયેલી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું.

આ વર્ષે પાકિસ્તાન બ્લેક લિસ્ટ થાય તેવી શક્યતા છે. જો પાકિસ્તાન એફએટીએફની યાદીમાં બ્લેક લિસ્ટ થાય તો આંતરરાષ્ટ્રીય ફંડિંગ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. આર્થિક તંગીથી ઝૂઝતા પાકિસ્તાન માટે વૈશ્વિક લોનની જરૂરી છે. એ માટે પાકિસ્તાન એફએટીએફમાં બ્લેક લિસ્ટથી બચવાની પેરવી કરી રહ્યું છે.

અગાઉ પણ એફએટીએફની બેઠક પહેલાં આતંકવાદીઓ સામે પગલાં ભરવાનું નાટક પાકિસ્તાનમાં ભજવાયું હતું. તેના ભાગરૂપે હાફિઝ સઈદ સામે પણ પગલાં ભરાયા હતા. આ વખતે પાકિસ્તાન સરકારે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરની ધરપકડ માટેની કવાયત શરૂ કરી છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code