
- કેનેડા અને અમેરિકામાં રેકોર્ડ બ્રેક ગરમી
- અનેક દરિયાઇ જીવોના થયા મૃત્યુ
- ડેથ વેલીમાં પણ કાળઝાળ ગરમી
નવી દિલ્હી: કેનેડા અને અમેરિકામાં હાલમાં કુદરતનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. કેનેડા અને અમેરિકામાં ભીષણ ગરમી પડી રહી છે. કેનેડામાં હીટ ડૉમ બનવાને કારણે વાતાવરણની ગરમી ધરતી પર પાછી આવી રહી છે. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં તો દરિયાઇ તટ પર રહેલા કેટલાંક સમુદ્ર જીવ પણ ગરમ પાણીને કારણે મૃત્યુ પામ્યા છે. દરિયાઇ તટના કિનારે આ જીવોના મૃત ઢગલા સડતા જોવા મળી રહ્યા છે જેની દુર્ગંધથી રહેવાસીઓ ત્રસ્ત છે.
12 વર્ષથી પાર્કમાં આવતા પ્રોફેસર હોર્લે કહ્યું હતું કે, દરિયાઇ તટ પર પહોંચતા પહેલા જ મને આ મૃત્યુ પામેલા જીવનો ગંધ આવવાની શરૂ થઇ ગઇ હતી. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મૃત પડેલા જીવોની સંખ્યા જોઇને ચોંકી ગયો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મે અગાઉ ક્યારેય પણ આ પ્રકારની તબાહી જોઇ નથી. તે બીચ પર મૃત્યુ પામેલા દરમિયાન જીવોના ઢગલા જોયા. આ દરિયાઇ જીવન સામાન્યપણે 100 ડિગ્રી ફેરનહિટથી વધુ તાપમાન પર જીવંત નથી રહી શકતા.
રિપોર્ટ્સ અનુસાર, કેનેડામાં કાળઝાળ ગરમીના કહેરથી અત્યારસુધી 1 અબજથી વધારે દરિયાઇ જીવો મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામેલા આ દરમિયાન જીવોના શરીર દરિયા કિનારે સડી રહ્યા છે. મૃત્યુ પામેલા આ દરિયાઇ જીવોના ઢગલામાંથી અસહ્ય દુર્ગંધથી લોકો પરેશાન છે.
બીજી તરફ અમેરિકાની ડેથ વેલીમાં પણ ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. કેલિફોર્નિયાના આ રણ વિસ્તારમાં તાપમાન લગભગ તમામ રેકોર્ડ તોડી શકે છે.