1. Home
  2. ગુજરાતી
  3. સંશોધન: ટામેટામાં રહેલા તત્વોથી પાર્કિસન્સ રોગનો ઇલાજ શક્ય
સંશોધન: ટામેટામાં રહેલા તત્વોથી પાર્કિસન્સ રોગનો ઇલાજ શક્ય

સંશોધન: ટામેટામાં રહેલા તત્વોથી પાર્કિસન્સ રોગનો ઇલાજ શક્ય

0
Social Share
  • પાર્કિસન્સ રોગને લઇને વૈજ્ઞાનિકોએ કર્યું અગત્યનું સંશોધન
  • બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ટામેટામાં શોધ્યો પાર્કિસન્સ રોગનો ઇલાજ
  • બ્રિટન સ્થિત જોન ઇનસ સેન્ટરનાં એક ડોક્ટરનાં નેતૃત્વવાળી ટીમે આ અંગે શોધ કરી છે

લંડન: પાર્કિસન્સ રોગને લઇને એક મહત્વના સમાચાર છે. વૈજ્ઞાનિકોએ ખતરનાક પાર્કિસન્સ રોગ માટે ટામેટામાં એક એવા તત્વની શોધ કરી છે, જેનાથી આ રોગથી લડવામાં મદદરૂપ થઇ શકે છે. આ તત્વ ટામેટાનાં જીનોમ ક્રોપની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે.

સાયન્સ ડેઇલીના એક રિપોર્ટ અનુસાર પાર્કિસન્સ રોગની દવા માટે પ્રયુક્ત એલ-ડિઓપીએ ખાસ સ્ત્રોત છે, તેના પ્રાકૃતિક સ્ત્રોતનાં રૂપમાં ટામેટાંના જીનોમ છોડનો ઉપયોગ તે લોકોની મદદ લાભપ્રદ થશે, જે પાર્કિસન્સની અસરથી ગ્રસિત છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટન સ્થિત જોન ઇનસ સેન્ટરનાં એક ડોક્ટરનાં નેતૃત્વવાળી ટીમે આ અંગે શોધ કરી છે. ટીમનાં જણાવ્યા અનુસાર એલ-ડીઓપીએનાં વિશ્લેષણ માટે જવાબદાર એક જીન દ્વારા ટામેટાનાં ફળને સંશોધિત કરવામાં આવ્યું છે, ત્યારબાદ ઘણા તબક્કાની પ્રક્રિયા સમાપ્ત કર્યા બાદ આ નિષ્કર્ષ પર પહોંચી ગયા છે.

જો કે, રિપોર્ટ અનુસાર અત્યારસુધીના આ સંસોધન અને તેના પરિણામોને એક પાઇપલાઇનમાં લાવવા આવશ્યક છે, આ સંસોધન સંબંધિત પ્રોફેસર કૈથી માર્ટિંનનું કહેવું છે કે પાર્કિસન્સ રોગ વિકાસશીલ દેશોમાં એક સતત વકરી રહેલી સમસ્યા છે, જ્યાં ઘણા રોગો એલ-ડિઓફીએની દૈનિક કિંમતનું વહન નથી કરી શકતા.

જાણો પાર્કિસન્સ રોગ વિશે

પાર્કિંન્સસ રોગનાં પ્રારંભિક લક્ષણો ધીમે-ધીમે કઠોર થાય છે, પાર્કિન્સસ રોગ એક રીતે માનસિક રોગ છે, જેમાં વ્યક્તિને ચાલવામાં મુશ્કેલી થવી, શરીરમાં ધ્રજારી, કઠોરતા, સંતુલન વગેરે સમસ્યાઓ ઉભી થાય છે, તેની શરૂઆત આંગળી, હાથ જેવા શરીરનાં નાના અંગોથી પણ થાય છે, અને પછીથી આ આખા શરીરમાં ફેલાઇ જાય છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code