- શું પરમાણુ બોમ્બ એસ્ટ્રોઇડથી બચાવશે
 - જાણો વિશ્વના વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો
 - આ રીતે તકનિકનો થઇ શકે ઉપયોગ
 
નવી દિલ્હી: સમગ્ર દુનિયાના વિનાશ માટે પરમાણુ બોમ્બને ઘાતક માનવામાં આવે છે અને તેનાથી વિશ્વનો વિનાશ થઇ શકે છે પરંતુ ન્યૂક્લિયર બોમ્બને લઇને વૈજ્ઞાનિકોએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે. વિદેશી વૈજ્ઞાનિકો અનુસાર પરમાણુ બોમ્બનો ઉપયોગ હવે એસ્ટ્રોઇડથી બચવા માટે થઇ શકે છે. ભાવિમાં આ ઉપયોગનું સમર્થન કર્યું છે.
છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીની નજીકથી અનેક એસ્ટ્રોઇડ પસાર થવાની ઘટના સામે આવી છે અને તેનાથી માનવજાત પર પણ ખતરો રહેલો છે કારણ કે જો આ એસ્ટ્રોઇડ ધરતી સાથે ટકરાય તો તેનાથી તે મોટો વિનાશ વેરી શકે છે. જે એક ચિંતાનો વિષય છે. માણસોના અસ્તિત્વ માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. જો આવી સ્થિતિમાં એસ્ટ્રોઇડથી બચવા માટેના ઉપાયો પર વૈજ્ઞાનિકોએ મંથન કર્યું છે.
જો ઉલ્કાપિંડથી ડાયનોસોર જેવા મહાકાય પ્રાણીઓનો પણ વિનાશ કે સફાયો થઇ શકતો હોય તો પછી મનુષ્યના અસ્તિત્વ પર જોખમ તો રહેલુ જ છે. આવું થઇ પણ શકે છે. જો કે અનુમાન અને અટકળોથી વિશ્વના વૈજ્ઞાનિક ધરતીના માર્ગ આવનાર એસ્ટ્રોઇડને પહેલા જ ખતમ કરવાની તકનિક પર રિસર્ચ કરી રહ્યા છે. આ માટે એક પ્રણાલી પર કામ થઇ રહ્યું છે જેમાં એક નિશ્વિત ચેતવણી અવધિ હશે જેનાથી જોખમને ટાળી શકાશે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

