1. Home
  2. ગુજરાતી
  3. હીરા-સોનાની ચમક પણ પડશે ફીકી – આ છે વિશ્વનું સૌથી દુર્લભ લાકડું જેની 1 ગ્રામની કિંમત છે 7 લાખ રૂપિયા
હીરા-સોનાની ચમક પણ પડશે ફીકી – આ છે વિશ્વનું સૌથી દુર્લભ લાકડું જેની 1 ગ્રામની કિંમત છે 7 લાખ રૂપિયા

હીરા-સોનાની ચમક પણ પડશે ફીકી – આ છે વિશ્વનું સૌથી દુર્લભ લાકડું જેની 1 ગ્રામની કિંમત છે 7 લાખ રૂપિયા

0
Social Share
  • આ છે વિશ્વનું સૌથી દુર્લભ લાકડું
  • તેની સામે હીરા-સોનાની ચમક પણ ફીકી પડે છે
  • 1 ગ્રામ અગરવુડના લાકડાની કિંમત લગભગ 7 લાખ રૂપિયા થાય છે

નવી દિલ્હી: મોટાભાગના લોકો અત્યાર સુધી હીરા કે સોનાને જ વિશ્વની સૌથી મોંઘી વસ્તુ માને છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે હીરા કે સોના કરતાં પણ લાકડું મોંઘું છે, તો તમે માનશો? જી હાં, વિશ્વના દુર્લભ લાકડાની કિંમત હીરા અને સોના કરતાં પણ વધુ મોંઘી છે. ચાલો આ લાકડા વિશે જાણીએ.

અમે જે લાકડાની વાત કરી રહ્યા છે તે અકીલારિયાના ઝાડમાંથી મળતું અગરવુડ જ એ કિંમત લાકડું છે, જેને ઇગલવુડ અથવા એલોસવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાકડું ચીન, જાપાન, ભારત, અરેબિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળે છે. અગરવુડનું લાકડું વિશ્વનું દુર્લભ છે. તે સૌથી મોઘું વેચાતું લાકડું છે. આ લાકડાની કિંમત હીરા અને સોના કરતાં વધુ મૂલ્યવાન છે. હાલ ભારતમં એક ગ્રામ હીરાની કિંમત 3,25,000 રૂપિયા છે, જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 47,695 રૂપિયા છે. પરંતુ માત્ર 1 ગ્રામ અગરવુડના લાકડાની કિંમત 10,000 ડૉલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા થાય છે.

અગરવુડને જાપાનમાં ક્યાનમ અથવા ક્યારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાકડામાંથી અત્તર અને પરફ્યુમ બનાવવામાં આવે છે. આ લાકડા સડી ગયા પછી તેનો ઉપયોગ અત્તરના ઉત્પાદનમાં થાય છે. એટલું જ નહીં, અગરવૂડના રેઝિનમાંથી ઓડ તેલ પણ કાઢવામાં આવે છે. આ તેલનો ઉપયોગ સેન્ટમાં થાય છે અને આજના સમયમાં આ તેલની કિંમત 25 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

ખૂબ કિંમતી હોવાને કારણે અગરવૂડને ભગવાનનું લાકડું એટલે કે વૂડ ઓફ ગોડ્સ પણ કહેવામાં આવે છે. મહત્વનું છે કે, હોંગકોંગ, ચીન, જાપાનના વિસ્તારમાં અકીલારિયાના ઘણા વૃક્ષો છે, પરંતુ તેમાંથી મળતું અગરવૂડ એટલા કિંમતી છે કે અહીં મોટા પાયે તેની કાપણી અને દાણચોરી થઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code