
હરિયાણામાં હિંસાના 13 દિવસ બાદ આજે ઈન્ટરનેટ સેવાનો આરંભ કરાયો
દિલ્હીઃ- હરિયાણામાં 2 જી ઓગસ્ટના રોજ ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થરમારો થવાની ઘટના બની હતી જે હિંસામાં પરિણામી હતી જેની અસર આજુ બાજુના અનેક જીલ્લાઓ પર જોવા મળી હતી ત્યારે બાદ સતર્કતાના ભાગ રુપે ખોટી અફવાઓ અને માહિતીને રોકવા રાજ્યમાં ઈન્ટરનેચસેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
હરિયાણામાં 13 દિવસના લાંબા સમય ગાળા બાદ આજ રોજ 14 ઓગસ્ટના રોજ ફરીથી ઈન્ટરનેચ સેવાઓ શરુ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શાળાઓ પણ બંઘ રખાી હતી જે થોડા દિવસ અગાુ શરુ કરવામાં આવી છે.
હવે નૂહમાં હિંસા બાદ ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. 13 દિવસ બાદ વહીવટીતંત્રે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંધ ઈન્ટરનેટ સેવા શરૂ કરી છે. વહીવટીતંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર દેખરેખ પહેલાની જેમ જ ચાલુ રાખવામાં આવશે.
આ સલહીત સોસિયલ મીડિયા પક કોઈપણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. 31 જુલાઈના રોજ નૂહમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ શાળાઓ અને કોલેજો પણ બંધ કરવામાં આવી હતી. જે બાદમાં સ્થિતિ સુધર્યા બાદ ખોલવામાં આવી હતી.
31 જુલાઈના રોજ નૂહમાં સાંપ્રદાયિક હિંસા પછી, નૂહ-પલવલ બોર્ડર પર પલવલ જિલ્લાના પોંડરી ગામમાં રવિવારે સર્વ હિન્દુ સમાજની મહાપંચાયત યોજાઈ હતી. પંચાયત યોજવાની પરવાનગી એ શરતે આપવામાં આવી હતી કે તેમાં કોઈ દ્વેષપૂર્ણ ભાષણ આપવામાં આવશે નહીં, પરંતુ આવું થઈ શક્યું નહીં. મહાપંચાયત દરમિયાન કેટલાક લોકોએ પોલીસની ચેતવણીને અવગણીને ધમકીઓ આપી હતી.. મહાપંચાયતના આયોજકોનો દાવો છે કે વક્તાઓને નફરતભર્યા ભાષણો ન કરવા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ તે સાંભળ્યું ન હતું. ત્યાર બાદ મહાપંચાયતને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરાયા હતા.