
દિલ્હી: હમાસ અને ઇઝરાયેલ વચ્ચના યુદ્ધનો આજે 22 મો દિવસ છે. ત્યાં હવે ઇઝરાયેલે ગાઝા પર હુમલા તેજ કર્યા છે. આ સાથે ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે, જેના કારણે ગાઝાના લોકોનો હવે બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
ઇઝરાયેલી સેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયેલની વાયુસેના અને જમીન દળોએ ગાઝા પટ્ટીમાં ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે. આ સિવાય ઈઝરાયેલે ગાઝામાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે, જેના કારણે ગાઝાના લોકોનો હવે બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, રાત પડતાની સાથે જ ઈઝરાયેલની સેનાએ ગાઝામાં ભારે બોમ્બમારો શરૂ કરી દીધો હતો. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં કામગીરી વધારી રહી છે. હમાસનું કહેવું છે કે તેના લડવૈયાઓ અલગ-અલગ વિસ્તારોમાં ઈઝરાયેલી સૈનિકોનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.અત્યાર સુધીમાં 8,700થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલે હવે હમાસ વિરુદ્ધ તેના હુમલાને વધુ તીવ્ર બનાવ્યો છે.ઇઝરાયેલના વડા પ્રધાને જમીની યુદ્ધની તૈયારીની જાહેરાત કરતાની સાથે જ ઇઝરાયેલના સૈનિકોએ તરત જ પેલેસ્ટિનિયન વિસ્તારમાં ઘૂસીને તેમના પર હુમલો કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. ત્યાં IDFએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ઇઝરાયેલના સૈનિકો હમાસના આતંકવાદીઓ પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલા તેજ કર્યા છે. તેના પર સતત સફેદ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.