1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ-કાશ્મીરઃ સેનાને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા
જમ્મુ-કાશ્મીરઃ સેનાને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરઃ સેનાને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા

0
Social Share
  • આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ
  • બાંદિપોર જીલ્લામાં 3 આતંકીઓ ઢેર

શ્રીનગરઃ દેશના અતિસંવેદનશીલ ગણાતા પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓમી નાપાક નજર રહેતી હોય છે,દુશ્મન દેશ તરફથી આતંકીઓની ઘુસણખોરી કરાવવાની ઘટનાો અવાર નવાર જોવા મળે છે ,જો કે સેનાના જવાનો આતંકીઓને તેમના નાપાક ઈરાદામાં સફળ થતા અટકાવે છે, ત્યારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારના રોજ  આતંકીઓ અને સેનાઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.

આ અથડામણમાં  સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.આ બાબતે અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના સુલંબર વિસ્તારમાં શોખબાબા જંગલમાં આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગેની માહિતીને પગલે સુરક્ષા દળોએ ત્યાં ઘરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે ,સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ આ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, આ મામલે તેમણે કહ્યું કે આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. શ્રીનગરમાં ડિફેન્સ પબ્લિક રિલેશન ઓફિસર કર્નલ અમરોન મૌસાવીએ કહ્યું કે એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.

તેમણે કહ્યું કે ઘાયલ જવાનને જંગલની બહાર નિકાળવામાં સફળતા મળી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તે  અંગેની તપાસ ચાલી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code