1. Home
  2. ગુજરાતી
  3. જાહ્નવી કપૂર-વરુણ ધવનની ફિલ્મ બવાલનું ટીઝર આઉટ,આ દિવસે OTT પર થશે સ્ટ્રીમ
જાહ્નવી કપૂર-વરુણ ધવનની ફિલ્મ બવાલનું ટીઝર આઉટ,આ દિવસે OTT પર થશે સ્ટ્રીમ

જાહ્નવી કપૂર-વરુણ ધવનની ફિલ્મ બવાલનું ટીઝર આઉટ,આ દિવસે OTT પર થશે સ્ટ્રીમ

0
Social Share

મુંબઈ : વરુણ ધવન અને જાહ્નવી કપૂર પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ચર્ચા છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં વરુણ અને જાહ્નવીને જોઈને લાગે છે કે તેમની લવ સ્ટોરી એકદમ ગંભીર છે અને શોર્ટ ટીઝરમાં જ સસ્પેન્સ પણ જોવા મળ્યું છે.

પ્રાઈમ વીડિયોએ વરુણ અને જાહ્નવીની ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. સુઇ ધાગા અને ઓક્ટોબર જેવી ફિલ્મોમાં વરુણ ધવનની એક્ટિંગને પસંદ કરવામાં આવી છે. હવે તે આ ફિલ્મમાં પણ જાહ્નવી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. પરંતુ બંનેને જોઈને લાગે છે કે તેમના સંબંધોમાં કોઈ સમસ્યા ચાલી રહી છે. ટીઝરમાં લખવામાં આવી રહ્યું છે કે દરેક લવ સ્ટોરીની પોતાની લડાઈ હોય છે.

ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ શકે છે. ટીઝરના અંતમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં ઘણા કેદીઓને એકસાથે બંધ કરવામાં આવ્યા છે. સમગ્ર ટીઝરમાં આ સીન સાવ અલગ છે અને કદાચ ટ્રેલરમાં વધુ ખુલાસાઓ જોવા મળશે. બવાલની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મનું સ્ટ્રીમિંગ 21 જુલાઈથી પ્રાઇમ વીડિયો પર કરવામાં આવશે.

નીતીશ તિવારી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે જ્યારે સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. વરુણ ધવન બવાલ ફિલ્મ દ્વારા ઓટીટી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જ્યારે જાહ્નવી કપૂર પહેલેથી જ OTT પર પોતાની હાજરી નોંધાવી ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે ચાહકોને આ જોડી કેટલી પસંદ આવે છે. ચાહકો પણ આ ટીઝર પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code