
જાપાનઃ ન્યૂક્લિયર પ્લાન્ટનું 1 મિલિયન ટન દૂષિત પાણી સમુદ્ધમાં છોડવાની યોજના, વિશ્વ માટે ચિંતાનો વિષય
- ન્યૂક્લિયર પ્લાન્ટનું 1 મિલિયન ટન દૂષિત પાણી દરિયામાં છોડશે
- જાપાનના નિણર્યથી વિશ્વના દેશો ચિંતામાં
દિલ્હી -જાપાન તેના ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાંથી એક મિલિયન ટનથી પણ વધુ પ્રદૂષિત પાણી સમુદ્ધમાં છોડવાની યોજના બનાવી રહ્યું છે. આ સમગ્ર બાબતને લઈને વિતેલા દિવસને સોમવારે જાપાનની સરકારે માહિતી આપી હતી.આ યોજના અંગેની માહિતી ત્યારે જારી કરવામાં આવી હતી કે, જ્યારે પાડોશી દેશો અને સ્થાનિક માછીમાર સમુદાયો આ પાણી છોડ઼વા બાબતનો સખ્ત વિરોધ કરી રહ્યા છે.
જાપાનની આ યોજનાને પૂર્ણ થવામાં એટલે કે તેની શરુઆતને જ હજી તો ઘણાં વર્ષો થશે ત્યારે એવી સ્થિતિમાં માત્ર યોજનાની વાતથી જ લોકોમાં જંગ છેડાઈ ચૂકી છે, આ યોજનાનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જાપાનની સરકારનું આ અંગે કહેવું છે કે સમુદ્રમાં આ પાણી છોડવું સલામત છે કારણ કે પાણીને પ્રોસેસ કરીને તેનાથી તમામ કિરણોત્સર્ગી તત્વો કરવામાં આવશે અને ડાયલૂડ થઈ જશે. આ યોજનાને ઈન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સિ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ તદ્દન એવું જ છે કેમ કે પરમાણુ પ્લાન્ટ્સના નકામા પાણીનો નિકાલ વિશ્વમાં ક્યાંય પણ થાય છે.
જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ મંત્રીઓની મળેલી બેઠકમાં કહ્યું કે,પાણીના નિકાલની આ પ્રક્રિયાને અવગણી શકાય નહીં, પરમાણુ પ્લાન્ટ ખાલી કરવાની પ્રક્રિયા દાયકાઓ સુધી ચાલનારી છે. તેમણે કહ્યું કે પાણી છોડવાની પ્રક્રિયા ત્યારે જ કરવામાં આવશે જ્યારે પાણીનું સલામતીનું સ્તર સુનિશ્ચિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011ની સુનામીમાં કુકુશિમા પરમાણુ પ્લાન્ટ પર ઘણઈ માઠી અસર થઈ હતી. રેડિયેશન અહીંથી લીક થતા હજારો લોકોએ સ્થરાંતરણ કરવાની ફરજ પડી હતી
તાજેતરની જો વાત કરીએ તો હાલ આ પ્લાન્ટની ટાંકીમાં લગભગ 1.25 મિલિયન ટન પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં પ્લાન્ટને ઠંડુ રાખવા માટે જમા કરવામાં આવેલું પાણી અને વરસાદ તથા જમીનમાંથી આવેલા પાણીનો સમાવેશ થાય છે. એએલપીએસ અથવા એડવાન્સ્ડ લિક્વિડ પ્રોસેસીંગ સિસ્ટમ તરીકે ઓળખાતી પમ્પિંગ અને ફિલ્ટરેશન સિસ્ટમ, દરરોજ પ્રદૂષિત પાણીને ફિલ્ટર કરે છે અને તેમાંથી મોટાભાગના કિરણોત્સર્ગી તત્વોને દૂર કરે છે.
સાહિન-