1. Home
  2. ગુજરાતી
  3. અમિરીકામાં જો બાઈડન અને કમલા હેરિસનની  ‘ટાઈમ પર્સન ઓફ ઘ યર’ તરીકે પસંદગી
અમિરીકામાં જો બાઈડન અને કમલા હેરિસનની  ‘ટાઈમ પર્સન ઓફ ઘ યર’ તરીકે પસંદગી

અમિરીકામાં જો બાઈડન અને કમલા હેરિસનની  ‘ટાઈમ પર્સન ઓફ ઘ યર’ તરીકે પસંદગી

0
Social Share
  • પર્સન ઓફ ધ યર’ તરીકે જોબાઈડન અને કમલા હેરિસની પસંદગી
  • ત્રણ અન્ય ફાઇનલિસ્ટમાંથી પસંદ થઈ ડેમોક્રેટિક પાર્ટીની આ જોડી

ન્યૂયોર્કઃ-અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ પદ પર  ચૂંટાયેલા કમલા હેરિસને ટાઇમ મેગેઝિન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. મેગેઝિન એ વર્ષ 2020 માટે તેમને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કર્યા છે. ગુરુવારના રોજ આ અંગે પ્રકાશન દ્વારા  ઘોષણા કરવામાં આવી હતી. ડેમોક્રેટિક પાર્ટીની આ જોડીને ત્રણ અન્ય ફાઇનલિસ્ટમાંથી પસંદ કરવામાં આવી છે.

બાઈડેન અને હેરિસે આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જીતીને ઇતિહાસ રચ્યો હતો. બાયડને વર્ષ 2020 ની યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યો હતો. તે જ સમયે, હેરિસ અમેરિકાના પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયાના ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પહેલા વર્ષ 2016 માં, ડોનાલ્ડ ટ્રમ્પે ડોનાલ્ડ ટ્રમ્પને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કર્યા હતા.

મેગેઝિનનાં કવર પર 78 વર્ષનાં બાઈડન અને 56 વર્ષનાં હેરિસનું કવર પ્રકાશિત થયું છે. તેનું શીર્ષક છે- ‘અમેરિકાની વાર્તા બદલાઈ રહી છે’. એક સમયે રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિથી રાજકારણી બનેલા  ડોનાલ્ડ ટ્રમ્પને બાઈડને 306 ઈલેક્ટોરલ  કોલેજ વોટોથી  પરાજિત કર્યા છે. તે જ સમયે, ટ્રમ્પને ચૂંટણીમાં 232 મત મળ્યા હતા.

મેગેઝીન ટાઈમ્સના સંપાદકએડવર્ડ ફેલસેંથલે કહ્યું, “જો બાઈડન અને કમલા હેરિસને અમેરિકન વાર્તામાં પરિવર્તન, વિભાજનકારી એજન્ડા પ્રત્યે વધુ સહાનુભૂતિની તાકાત દર્શાવવા અને વિશ્વને આશાનો નવી દ્રષ્ટિ આપવા બદલ ટાઈમ મેગેઝિનના 2020 પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code