1. Home
  2. ગુજરાતી
  3. માઉન્ટ ડેનાલી પર્વતને સર કરનાર સૌથી નાની વયની ભારતીય બની કાર્તિકેયન
માઉન્ટ ડેનાલી પર્વતને સર કરનાર સૌથી નાની વયની ભારતીય બની કાર્તિકેયન

માઉન્ટ ડેનાલી પર્વતને સર કરનાર સૌથી નાની વયની ભારતીય બની કાર્તિકેયન

0
Social Share
  • સૌથી નાની વયની ભારતીય કાર્તિકેયનની સિદ્ધી
  • માઉન્ટ ડેનાલી પર્વતને સર કરનાર નાની વયની ભારતીય બની

દિલ્હીઃ- ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ ડેનાલી વિશઅવભરમાં જાણતો પર્વત છે. ત્યારે હવે આ પર્વતને સર કરનાર સૌથી યુવા ભારતીય કામ્યા કાર્તિકેયન બની  છે. સોમવારે રક્ષા મંત્રાલયના એક નિવેદનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ડેનાલી પર્વતની ઊંચાઈ 20 હજારને 310 ફૂટ છે.દૂરના અલાસ્કામાં આવેલું માઉન્ટ ડેનાલી એ ઉત્તર અમેરિકાનું સૌથી ઊંચું શિખર છે અને કદાચ સાત પર્વતોમાં ચઢવું સૌથી મુશ્કેલ છે.

જો કામ્યાની વાત કરવામાં આવે તો તેની ઉમંર ખૂબ નાની છે જે હાલ મુંબઈમાં નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલ ના ધોરણ 10 નો વિદ્યાર્થીની છે અને નેવી કમાન્ડર એસ. કાર્તિકેયનની પુત્રી  છે,

કામ્યાએ 27 જૂનના રોજ માઉન્ટ ડેનાલીના શિખર પર ત્રિરંગો અને નૌકા ધ્વજ લહેરાવીને આ સિદ્ધિ મેળવનારી સૌથી નાની વયની ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.કામ્યા એ આ ચઢાણ સાથે, તમામ સાત ખંડોના સર્વોચ્ચ શિખરો અને બંને ધ્રુવો પર સ્કીઇંગ કરવાના તેના માર્ગમાં પાંચમો માઇલસ્ટોન પાર કર્યો છે,

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code