1. Home
  2. ગુજરાતી
  3. કસોટી જિંદગી કી ફેમ કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયાનો આજે જન્મદિવસ-જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો
કસોટી જિંદગી કી ફેમ કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયાનો આજે જન્મદિવસ-જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

કસોટી જિંદગી કી ફેમ કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયાનો આજે જન્મદિવસ-જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

0
Social Share
  • ઉર્વશી ધોળકિયાનો આજે જન્મદિવસ
  • કસોટીમાં ભજવ્યું હતું કોમોલિકાનું પાત્ર
  • 19 વર્ષની ઉમરે જુડવા બાળકોની બની માં

મુંબઈ : કસોટી જિંદગી કી ફેમ કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા 42 મો જન્મદિવસ ઉજવી રહી છે. ઉર્વશી છેલ્લા 28 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. ઉર્વશી એક મહાન અભિનેત્રી જ નહીં પણ સારી એવી ડાન્સર પણ છે. 42 વર્ષની ઉર્વશીએ 19 વર્ષની ઉંમરે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તો ચાલો જાણીએ તેના જન્મદિવસના વિશેષ પ્રસંગે, તેના વિશે કેટલીક એવી વાતો કે જેના વિશે તમે કદાચ આજ સુધી અજાણ છો

‘કસોટી જિંદગી કી’ સીરિયલમાં ભજવેલ કોમોલિકાના પાત્ર માટે ઉર્વશીને 5 એવોર્ડ મળ્યા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે ઉર્વશી ધોળકિયાએ 6 વર્ષની ઉંમરે કેમેરામાં પ્રવેશ કર્યો હતો. તેણે સાઉથની મશહૂર અભિનેત્રી રેવતી સાથે લક્ક્સ સાબુ માટેની જાહેરાત કરી હતી. ઉર્વશીએ 1988 માં સીરિયલ કબ તક ચૂપ રહુંગીથી બાળ અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. માત્ર 11 વર્ષની ઉંમરે તે નાડીયા બબ્બરના યુનાઇટેડ થિયેટર જૂથમાં સામેલ થઇ હતી.

14 વર્ષની ઉંમરે ઉર્વશીને પ્રખ્યાત સીરિયલ ‘દેખ ભાઈ દેખ’ માં રમુજી પાત્રની ઓફર કરવામાં આવી હતી. ઉર્વશી તેની કારકીર્દિની ટોચ પર પહોંચી રહી હતી ત્યારે તે પ્રેમમાં પણ પડી અને 16 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા. દુર્ભાગ્યવશ, ઉર્વશીનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તે 18 વર્ષની ઉંમરે પતિથી અલગ થઈ ગઈ. તે દરમિયાન તે ગર્ભવતી હતી. જ્યારે તે 19 વર્ષની હતી ત્યારે તેણે જોડિયા પુત્રો ક્ષિતિજ અને સાગરને જન્મ આપ્યો. સિંગલ મોમ બનીને ઉર્વશીએ એકલા હાથે પોતાના પુત્રોનો ઉછેર કર્યો છે.

ઉર્વશીએ તેનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું, પરંતુ તે કોલેજ નહોતી જઇ શકી. કારણ કે તેણે નાની ઉંમરે જ લગ્ન કરી લીધાં હતાં. એકતા કપૂરની સીરિયલ કસોટી જિંદગી કીમાં ઉર્વશીએ તેની કારકિર્દીની બીજી ઇનિંગ રમી હતી જે આજ સુધી તે પ્રેક્ષકોની પ્રિય ટેલિવિઝન વેમ્પ છે.કસોટી પછી ઉર્વશીને બિગ બોસની ઓફર કરવામાં આવી હતી અને આ શો જીતીને તેણે ફરી એકવાર સાબિત કર્યું કે લોકો ટીવીની પુત્રવધૂ સાથે વેમ્પને પણ પસંદ કરે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code