1. Home
  2. ગુજરાતી
  3. KGF ના જાણીતા એક્ટર મોહન જૂનેજાનું આજરોજ બેંગલૂરૂની ખાનગી હોસ્પિટલમાં 54 વર્ષની વયે નિધન
KGF ના જાણીતા એક્ટર મોહન જૂનેજાનું આજરોજ બેંગલૂરૂની ખાનગી હોસ્પિટલમાં 54 વર્ષની વયે નિધન

KGF ના જાણીતા એક્ટર મોહન જૂનેજાનું આજરોજ બેંગલૂરૂની ખાનગી હોસ્પિટલમાં 54 વર્ષની વયે નિધન

0
Social Share
  • કેજીએફ 2ના એક્ટરનું નિધન
  • મોહન જૂનેજા એ ઓજરોજ લીધા અંતિમ શ્વાસ

ચેન્નઈઃ- તાજેતરમાં સાઉથની ફિલ્મો સિનેમાઘરોમાં ડંકો વગાડી રહી છે ત્યારે કેજીએફ 2 એ સિનેમાઘરોમાં શાનદાર કમાણી કરીને દેશની બીજા નંબરની સોથી મોટી ફઇલ્મ બની છે.ત્યારે હવે આ ફિલ્મ સાથએ જોડાયેલા એક અભિનેતાને લઈને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે KGF 2 એક્ટરના અભિનેતા મોહન જુનેજાનું 7 મે 2022ના રોજ સવારે અવસાન થયું છે,તેમના નિધનને લઈને સમગ્ર સાઉથ ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાયો છે.

મોહન જુનેજાનું આજે સવારે નિધન થયું છે. અભિનેતા લાંબા સમયથી બીમાર હતા, સારવારમાં પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળ જતાં બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં સવારે તેમણે 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

કોમેડિયન તરીકેની તેમની દાયકાઓ લાંબી કારકિર્દીમાં, મોહન તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં દેખાયા છે. તે બ્લોકબસ્ટર KGF: Chapter 2 અને KGF: Chapter 1 માં  જોવા મળ્યા હતા.

મોહન જુનેજાને ચેલતા ફિલ્મ દ્વારા મોટો બ્રેક આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેનો રોલ આજે પણ દર્શકોને યાદ છે. તેમના નિધનથી તેમના ચાહકો અને ચંદન સમુદાય શોક છવાયો છે. સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code