
‘THE ARCHIES’ માંથી સામે આવ્યો ખુશી કપૂરનો ફર્સ્ટ લુક,’બેટી કૂપર’ બનીને જીતશે લોકોના દિલ
- ખુશી કપૂર ફિલ્મ જગતમાં ઝંપલાવવા માટે તૈયાર
- આગામી નેટફ્લિક્સ ફિલ્મ આર્ચીઝમાં જોવા મળશે
- ‘બેટી કૂપર’ બનીને જીતશે લોકોના દિલ
મુંબઈ: બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર તેની સફળતા તરફ આગળ વધી રહી છે. ખુશી કપૂર ઝોયા અખ્તરની આગામી નેટફ્લિક્સ ફિલ્મ આર્ચીઝ સાથે સ્ટ્રીમિંગ જગતમાં ઝંપલાવવા માટે તૈયાર છે.
ફિલ્મમાં ‘બેટી કૂપર’ તરીકે તેની શરૂઆત કરતા,ખુશીએ પાત્રને પૂર્ણતા સુધી પહોંચાડ્યું. ચાહકો ખુશીને ઓનસ્ક્રીન જોવાની રાહ જોઈ રહ્યા છે. શેર કરેલા આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સરળ અને માસૂમ દેખાઈ રહી છે.
ઝોયાની ‘આર્ચી’ એ ક્લાસિક આર્ચી કોમિક્સમાં નવો પ્રાણ ફૂંક્યો, જેમાં ખુશી કપૂર ‘બેટી કૂપર’નો રોલ ભજવી રહી છે. એક દૃઢ અને બુદ્ધિશાળી યુવતીના નિશ્ચય સાથે બાજુમાં રહેતી છોકરીની મીઠાશને જોડીને, ખુશી એક સંપૂર્ણ સંતુલન લાવે છે જેણે પહેલી જ ઝલકથી જ પ્રેક્ષકોને હંફાવી દીધા છે. દર્શકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.