
કિચન ટિપ્સઃ- શું તમે ટિંડોળાનું રાયતું ખાધુ છે ,જો નહી તો આજે જ ટ્રાય કરો,બેઝિક સામગ્રીમાં જ થશે રેડી
સામાન્ય રીતે રાયતા અનેક પ્રકારના હોય છે.જો કે રાયતાની બેઝિક સામગ્રી દહીં હોય છે, ખાસ કરીને બુંદીનુ રાયતું અને કાકડીનું રાયતું આપણે ખાધુ હશે આજે આપણે ટિંડોળાનું રાયતું બનાવતા શીખીશું, જેની મહત્વની વાત એ છૈે કે તે બેઝિક સામગ્રીમાંથી જ બનીને તૈયાર થી જાય છે.
સામગ્રી
- 100 ગ્રામ ટિંડોળા
- 100 ગ્રામ દંહી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી રાય – ખાંડણીમાં વાટીલેવી
- 6 થી 7 નંગ લસણની કળી – ખાંડણીથી વાટી લેવી
- જરુર પ્રમાણે લીલા ઘાણા
સૌ પ્રથમ પાતળા કુમળા 100 ગ્રામ જેટલા ટિંડોળાને પાણી વજડે બરાબર ઘોઈને સાફ કરીલો, ત્યાર બાદ તેની પાતળી પાતળી લાંબી ચિપ્સ સમારીલો,
હવે એક કાઢાઈમાં ેક ચમચી તેલ ગરમ કરો, તેમાં આ ટિંડોળાની ચિપ્સને 2 થી 5 મિનિટ થાવાદો, ધ્યાન રાખવું ટિંડોળાને અધકચરા કાચા જ રાખવાના છે( જો તમે ઈચ્છો તો એકદમ કાચા ટિંડોળાનો પણ ઉપયોગ કરી શકો છો)
હવે એક બાઉલમાં દહીં લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો ત્યાર બાદ તેમાં વાટેલું લસણ અને વાટેલી રાય એડ કરીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો
હવે દહીંના કઢાઈમાં સાંતળેલા ટિંડોળા એડ કરીદો, ત્યાર બાદ તેમાં સમારેલા લીલા ઘણા એડ કરીદો., તૈયાર છે તમારું સ્વાદિષ્ટ હેલ્ધી રાયતું.