
અમદાવાદઃ ઈકોકારના સાયલેન્સમાં એન્જિનના અવાજને દુર કરવા માટે પેલેડિયમ, પ્લેટીનમ, અને રેડિયમ જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ત્રણેય ધાતુના પાવડરની કિંમત બજારમાં બજારમાં કિલોના 12થી 15 હજાર ઉપજતી હોવાથી જાહેરમાં કે બહાર પાર્ક કરેલી ઈકોકારમાંથી તસ્કરો સાયેલન્સરની ચારી કરતા હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રેઢી પડેલી ઈકોકારમાંથી સાયેલન્સની ચોરીના બનાવો વધી રહ્યા હતા. આથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીને અંજામ આપતી ગેંગના ચાર આરોપીઓને પકડી ઝડપી લીધા હતાય પકડાયેલા શખ્સોની પૂછપરછમાં શહેરમાં અલગ અલગ વિસ્તારમાં થયેલી ચોરીના સાત ગુનાનો ભેદ ઉકેલાયો છે.
એલસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સેક્ટર-1 અને ઝોન-1 પોલીસ અધિકારીઓને મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા સૂચના આપી હતી. આ દરમિયાન એલસીબી ઝોન-1ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી. આ બાતમીને આધારે વોચ ગોઠવીને ઈકોકારના સાયલેન્સર ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં ધોળકાનો મોઈન વોરા, વેજલપુરનો સિદ્દિક બેલિમ, ધોળકાનો અબ્દુલ સતાર અને ઈમરાનમિયાં મલિકને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સાયલેન્સર સહિત 5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત એલસીબીએ નારણપુરા, ઘાટલોડિયા, વાડજ અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના ડિટેક્ટ કર્યા હતાં.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ ઈકોકારના સાયલેન્સરની ચોરી કરીને એમાંથી કિંમતી ધાતુનો પાવડર કાઢીને તેને કિલોના ભાવે વેચી દેતા હતા. આવો પાવડર ખરીદનારાની પણ શોધ ખોળ કરવામાં આવી રહી છે,