
વર્ષ 1971નાં યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવનાર લેફ્ટીનેન્ટ જનરલ પિન્ટોનું ૯૭ વર્ષની વયે નિધન
દિલ્લી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971 ના યુદ્ધમાં લીજેન્ડરી જીત માટે ઇન્ફ્રેન્ટી ડિવિઝનનું નેતૃત્વ લકરનારા એવા લેફ્ટનન્ટ જનરલ વાગ પિન્ટોનું પૂણે ખાતે નિધન થયું છે.
એક વરિષ્ઠ અધિકારીએ રવિવારનાં રો આ બાબતે જણાવ્યું હતું કે જનરલ પિન્ટો તેમના મૃત્યુ સમયે 97 વર્ષના હતા. તેમણે કહ્યુ હતુ કે, જનરલ પિન્ટોએ બાંગ્લાદેશના નિર્માણની કહાની લખનારા બસંતર યુદ્ધમાં 54 પાયદળ વિભાગનું નેતૃત્વ કર્યું હતું,
જનરલ પિન્ટોએ અગ્રીમ મોરચા પર રહીને પોતાના સૈનિકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ મોરચા પર તેમનું સૂત્ર હતું કે ‘જો કઈ પણ થાય.’ આ યુદ્ધમાં, પિન્ટોની આગેવાની હેઠળના વિભાગે બે પરમવીર ચક્ર અને 9 મહાવીર ચક્ર સહિત 14 દિવસની અંદર જબરદસ્ત હિંમત સાહસ માટે 196 શૌર્ય પદક જીત્યા હતા.
લેફ્ટનન્ટ જનરલ પિંટોની શોક સભામાં તેમને શ્રદ્ધાંજલી આપવાં માટે દક્ષિણ કમાન્ડનાં જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ સહિતના અનેક લશ્કરી અધિકારીઓ આવ્યા હતા.
-સાહીન