1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોહિલવાડ પંથકમાં સિંહની વસતી વધીને 81 થઈ, સિંહનો વસવાટ પાલિતાણા સુધી વિસ્તર્યો

ગોહિલવાડ પંથકમાં સિંહની વસતી વધીને 81 થઈ, સિંહનો વસવાટ પાલિતાણા સુધી વિસ્તર્યો

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં પણ હવે સિંહની વસતીમાં વધારો થી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છેલ્લી 15 મી સિંહ ગણતરીમાં અહીં કુલ 81 સિંહોની હાજરી નોંધવામાં આવી છે. ઇસ 1998 માં ભાવનગરમાં ફરીથી સિંહ નાં પ્રવેશ ની શરૂઆત થઈ. આ પ્રથમ રેકોર્ડ રાણી ગાળા , જેસર ખાતે નોંધાવામાં આવ્યો હતો. છેલ્લા 23 વર્ષમાં સિંહની વસ્તી 81 પર પહોંચી છે. હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસર અને કેટલીક હદે ગારિયાધારમાં સિંહોની હાજરી જોવા મળે છે. જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બૃહદ ગીરનો વ્યાપ પણ વધતો જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં સિંહની ગણતરી માટે વિસ્તાર ને બે ભાગ માં વિભાજિત કરવામાં આવ્યો હતો. જિલ્લાનો મુખ્ય વિસ્તાર અને દરિયાકિનારો, વર્ષ  2015 માં થયેલી સિંહ ગણતરી અનુસાર જિલ્લામાં 37 સિંહ ની હાજરી જોવા મળી હતી જ્યારે 2020 તે સંખ્યા 56 થઈ ચૂકી છે. આ 56 સિંહ ની સાથે કાંઠા વિસ્તારમાં બીજા 17 સાવજ પણ વસવાટ કરી રહ્યા છે. હાલમાં કુલ 81 સિંહો ધરાવતા ભાવનગર જિલ્લામાં 36 ( પુખ્ત નર) , 19 ( પુખ્ત માદા) , 5 સબ એડલ્ટ ( નર) ,11 સબ એડલ્ટ ( માદા) અને 10 વણઓળખાયેલા સિંહ નો સમાવેશ થાય છે. પાંચ  એવી માદાઓ પણ નજરે પડી છે જેમના બચ્ચા 1 વર્ષથી નાના હોય.18 મી સદીમાં ગીરનો વિસ્તાર 25 હજાર ચોરસ માઇલ નો ગણવામાં આવ્યો હતો. જે બરડા નાં ડુંગર થી લઈને ચોટીલાના ડુંગર સુધીનો તેમજ  શેત્રુંજય અને ચોરવાડ નાં દરિયાકાંઠા સુધીનો હતો. હાલમાં તે ઘટીને ફક્ત 1412 ચોરસ કી.મી નો બચ્યો છે. સિંહની વસ્તી ગીરમાં 1995 સુધી ફક્ત 300 ની હતી.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code