
ભોપાલ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારને માન્યતા આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતો નિર્ણય આપ્યો છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પુરુષની સાથે ઘણો સમય વિતાનારી મહિલા અલગ થવા પર ભરણ-પોષણની હકદાર છે. ભલે તે કાયદાકીય રીતે વિવાહિત ન હોય.
મધ્યપ્રદેશ હાઈકોર્ટનો આ ચુકાદો એક અરજદારની પ્રતિક્રિયા સ્વરૂપે આવ્યો, તેમાં ટ્રાયલ કોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં તે મહિલાને 1500 રૂપિયાનું માસિક ભથ્થુ આપવાની જરૂરત હતી, તેની સાથે તે લિવ ઈન રિલેશનશિપમાં હતો.
હાઈકોર્ટનો આ ચુકાદો એક પ્રગતિશીલ પગલું છે. ન્યાયાધીશોએ આ વાત પર ભાર મૂક્યો છે કે જો યુગલની વચ્ચે સહવાસનો પુરાવો છે, તો ભરણ-પોષણનો ઈન્કાર કરી શકાય નહીં. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિષ્કર્ષને ટાંક્યો, જેમાં નિષ્કર્ષ નીકળ્યો કે પુરુષ અને મહિલા પતિ અને પત્નીની જેમ રહેતા હતા. આ સિવાય, સંબંધની અંદર બાળકના જન્મને ધ્યાનમાં રાખતા, કોર્ટે મહિલાના ભરણ-પોષણના અધિકારીની પુષ્ટિ કરી.
આ ઐતિહાસિક નિર્ણય ભારતમાં લિવ ઈન રિલેશનશિપના સંદર્ભે વિકસિત થઈ રહેલા કાયદાકીય પરિદ્રશ્યને રેખાંકીત કરે છે. આ પરંપરાગત માપદંડોને હટાવીને આવી ભાગીદારીઓમાં મહિલાઓના અધિકારો અને કમજોરીઓની માન્યતાનું પ્રતીક છે.
ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડે તમામ નાગરિકો માટે સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલ્કત અને વારસાના કાયદાઓ માટે કાયદાકીય માળખું પ્રદાન કરવા માટે એક સમાન નાગરિક સંહિતા લાવી. બિલની એક કલમમાં લિવ ઈન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું. તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે જો યુગલ 21 વર્ષથી ઓછી વયના છે, તો તેમના માતાપિતાને સૂચિત કરવામાં આવશે.