1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના અને બ્લેક ફંગસના કારણે કર્ણાટકમાં 7 જૂન સુધી લોકડાઉન લંબાવાયું
કોરોના અને બ્લેક ફંગસના કારણે કર્ણાટકમાં 7 જૂન સુધી લોકડાઉન લંબાવાયું

કોરોના અને બ્લેક ફંગસના કારણે કર્ણાટકમાં 7 જૂન સુધી લોકડાઉન લંબાવાયું

0
Social Share
  • કરણાટકમાં 7 જુન સુધી લોકડાઉન અમલી
  • વિતેલી સાંજે સીએમ યેદિયુરપ્પાએ આપી માહિતી

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ તીવ્ર બની છે તો દેશના કેટલાક રાજ્યોમાં બ્લેક ફંગસએ માંથું ઊંચક્યું છે, બ્લેક ફંગસના વધતા જતા કેસોએ અનેર રાજ્ય સરકારની ઊઁધ હરામ કરી છે.કોરોનાના વધતા કેસોનો માર તો પહેલાથી જ રાજ્ય સહન કરી રહ્યું હતું હવે કોરોનાના કારણે બ્લેક ફંગસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યા છે.

વિત્લા દિવસને શુક્રવારની સાંજે કર્ણાટકના મુખ્ય મંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે, વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ સાથે મળીને અમે લોકડાઉન અંગે નિર્ણય લીધો છે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, અમે 7 જૂને સવારે 6 વાગ્યા સુધી કડક પ્રતિબંધ લંબાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે સરકારે સરકારી જિલ્લા હોસ્પિટલોમાં બ્લેક ફંગસના દર્દીઓને મફત સારવાર આપવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે અથવા તો ઓંશિક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કર્ણાટક સરકારે આવતા મહિલાની 7 જુન સુધી લોકડાઉન લંબાવાનો નિર્ણય સહિયારી બેઠકમાં લીધો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code