
મધ્યપ્રદેશઃ વધતા કોરોનાના સંક્રમણને લઈને અન્ય ચાર જીલ્લામાં લોકડાઉન લાગૂ કરાયું
- મધ્યપ્રદેસમાં કોરોના વકર્યો
- રવિવારથી અન્ય 4 જીલ્લામાં લોકડાઉન લાગૂ
ભોપાલ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યો કોરોનાના કેસ વધવાનાન મામલે મોખરે છે જેમાં અનેક પ્રકારની પાબંધિો લગાવવામાં આવી છે, મહારાષ્ટ્રમાં પણ અનેક જીલ્લામાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ મધ્ય.પ્રદેશમાં પણ કોરોનાનો કહેર વધ્યો છે જેને લઈને તંત્ર દ્રારા અનેક સુરક્ષિત પગલા ભરવામાં આવી રહ્યા છે.
મધ્ય પ્રદેશમાં રાજ્ય સરકારે રવિવારના રોજ અન્ય ચાર જીલ્લાઓમાં લોકડાઉન લાગૂ કરવાનો મગત્વનો નિર્ણય લીધો છે, આ ચારજીલ્લાઓમાં બેતુલ, છીંદવાડા, રતલામ અને ખારગોનનો સમાવેશ કરાયો છે,ત્યારે આ પહેલા પણ કેટલાક જીલ્લાઓમાં પહેલાથઈ જ લોકડાઉન લાગૂ કરવામાં આવી ચૂક્યું છે.જેમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને જબલપુરનો સમાવેશ થાય છે.
મળતી માહિતી પ્રમાણે વિતેલા દિવસને રોજ બુધવારે મંત્રીમંડળની એક ખાસ બેઠકનું આયોજન કરાયું હતું,આ બેઠક સમાપ્ત થયા બાદ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ સમગ્ર બાબતને લઈને માહિતી આપી હતી.
તેમણએ લોકડાઉનના નિર્ણયને લઈને જદણાવ્યું હતું કે, શનિવારના રાત્રીના 10 વાગ્યથી લઈને સોમવારના રોજ સવારના 6 વાગ્યા સુધી આપણા રાજ્યના સાત શહેરોમાં લોકડાઉન લાગૂ રહેશે, તેમણે કહ્યું કે, રાજ્ય.માં સતત કોરોનાના કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે, તેના સામે અનેક લોકોએ વેક્સિન પણ લીધી છે, વધતા કેસો વચ્ચે રાજ્યમાં દરરોજ ત્રણ લાખ લોકોને રસી આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, રસીકરણને વેગ આપવામાં આવ્યો છે .
સાહિન-