1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર સરકારની જાહેરાત- મતદાન કરવા માટે સરહદી જિલ્લાઓમાં 1 દિવસની પેઇડ લીવ આપશે
ગુજરાતમાં ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર સરકારની જાહેરાત- મતદાન કરવા માટે સરહદી જિલ્લાઓમાં 1 દિવસની પેઇડ લીવ આપશે

ગુજરાતમાં ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર સરકારની જાહેરાત- મતદાન કરવા માટે સરહદી જિલ્લાઓમાં 1 દિવસની પેઇડ લીવ આપશે

0
Social Share
  • મહારાષ્ટ્ર સરકારની જાહેરાત
  • ગુજરાતની ચૂંટણીને લઈને સરહદી જીલ્લામાં 1 દિવસની આપશે રજા

મુંબઈઃ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,દરેક પક્ષ પોતાની રીતે શાનદાર પ્રચાર કરી રહ્યો છે,ત્યારે હવે 1લી  5 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈને ઘણી પ્રાઈવેટ ઓફીસથી લઈને સરકારી કાર્યલયોમાં રજાઓ આપવામાં આવશે ત્યારે આ બાબતને લઈને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રે પણ મહત્વની જાહેરાત કરી છે.

માહિતી પ્રમાણે  મહારાષ્ટ્ર સરકારે મતદાનને ધ્યાનમાં રાખીને સરહદી જિલ્લાઓમાં કામ કરતા ખાનગી અને સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે.મહારાષ્ટ્ર સરકારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક GR બહાર પાડ્યો છે. જીઆર મુજબ, મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓ જેમ કે પાલઘર, નાસિક, નંદુરબાર અને ધુલેમાં કામ કરતા ગુજરાત વિધાનસભાના તમામ મતદારો માટે 1 દિવસની પેઇડ રજાની મંજૂરી આપવામાં આવી છે.

આ આદેશ તમામ ખાનગી કંપનીઓને લાગૂમી મહારાષ્ટ્ર સરકારે  સૂચના આપી છે. જીઆર મુજબ, કોઈપણ અપવાદરૂપ પરિસ્થિતિમાં, જો તમે આખા દિવસની રજા ન આપી શકો તો ઓછામાં ઓછા બે કલાકની રજા આપવી જરૂરી બને છે. પરંતુ આ માટે પણ જિલ્લા અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીની પરવાનગી જરુરી છે.

ઉલ્લેખનીય છે કે  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે, હાલ ગુજરાતનો માહોલ ચૂંટણીમય બન્યો છે ચારેતફ ચૂંટણીનો પ્રચાર જોવા મળી રહ્યો છે બીજેથી સતત રેલીઓ અને કાર્ય્કરમ તથા જનસભાઓ યોજીને જનતાને રિઝાવતી જોવા મળી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code