1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર સરકાર પર કાવતરું ઘડવાનો આરોપ -પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુરાવા તરીકે સ્પીકરને રેકોર્ડીંગ ટેપ સોંપવાનો કર્યો દાવો
મહારાષ્ટ્ર સરકાર પર કાવતરું ઘડવાનો આરોપ -પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુરાવા તરીકે સ્પીકરને રેકોર્ડીંગ ટેપ સોંપવાનો કર્યો દાવો

મહારાષ્ટ્ર સરકાર પર કાવતરું ઘડવાનો આરોપ -પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુરાવા તરીકે સ્પીકરને રેકોર્ડીંગ ટેપ સોંપવાનો કર્યો દાવો

0
Social Share
  • દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકાર પર લાગવ્યો આરોપ
  • સબિત કરીકે રેકોર્ડીંગ ટેપ સ્પીકરને સોંપી

 

મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરમમાં હાલ ગરમાટો જોવા મળી રહ્યો છે બીજેપી પક્ષ અને શિવસેના પાર્ટી એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહી છે, વિતેલા દિવસે શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર આરોપ લગાવ્યો છે

પ્રાપ્ત માહિતી પ્રમાણેએ પૂર્વ સીએમ ફડણવીસે મહાવિકાસ અઘાડી સરકારને વીડિયો દ્રારા ઘેરી હતી. દેવેન્દ્ર ફડણવીસે સરકારી વકીલના સ્ટિંગ વીડિયોને ટાંકીને રાજ્ય સરકાર પર વિરોધીઓને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.આ સાથે જ તેમણે વિધાનસભામાં પેન ડ્રાઈવ બતાવતા દાવો કર્યો હતો કે તેમાં 125 કલાકનું રેકોર્ડિંગ સાંભળવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ફડણવીસે આ 29 પેન ડ્રાઈવનું રેકોર્ડિંગ ડેપ્યુટી સ્પીકરને સોંપી હોવાનો પણ દાવો કર્યો હતો. ફડણવીસે કહ્યું કે મને સ્ટિંગમાં ફસાવવાની સાથે ગિરીશ મહાજન, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ, જયકુમાર રાવલ અને ચંદ્રશેખર બાવનકુલે જેવા નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર રચવાની પણ વાત સામે મૂકી  છે.

ફડણવીસે દાવો કર્યો હતો કે વીડિયોમાં સરકારી વકીલ પ્રવીણ ચવ્હાણ દરોડા કેવી રીતે મારવા, છરીઓ કેવી રીતે મારવી  વગેરે જેવી બાબતો અંગે સૂચના આપી રહ્યા છે. ઉલ્દેલેખનીય છે કે વેન્દ્ર ફડણવીસના આ સનસનાટીભર્યા આરોપથી ઠાકરે સરકાર હાલ આઘાતમાં સરી પડી  છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code