1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્રમાં કોરોનાના 16 હજાર 600થી વધુ નવા કેસ – આ વર્ષના સૌથી વધુ કેસો એક જ દિવસમાં સામે આવ્યા
મહારાષ્ટ્રમાં કોરોનાના 16 હજાર 600થી વધુ નવા કેસ – આ વર્ષના સૌથી વધુ કેસો એક જ દિવસમાં સામે આવ્યા

મહારાષ્ટ્રમાં કોરોનાના 16 હજાર 600થી વધુ નવા કેસ – આ વર્ષના સૌથી વધુ કેસો એક જ દિવસમાં સામે આવ્યા

0
Social Share
  •  મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વકર્યા
  • 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા
  • 50થી વધુ લોકોના થયા મોત

મુંબઈ – મહારાષ્ટ્રમાં વિતેલા દિવસને રવિવારના રોજ કોરોના વાયરસના સંક્રમણના 16 હજાર 620 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ નવા કેસ છે. રાજ્યમાં નવા કેસો આવતાની સાથે જ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23 લાખ 14 હજાર 413 થઈ ચૂકી છે.

આ મામલે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે તે જ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના 50 દર્દીઓના મૃત્યુ થતા, મૃત્યુની સંખ્યા વધીને 52 હજાર 861 થઈ ચૂકી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં 15 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે અને રવિવારે આ આંકડો 16 હજારને વટાવી ગયો છે.

આરોગ્યમંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 8 હજાર 861 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે આ સાથે જ 21 લાખ 34 હજાર 072 લોકોએ કોરોનાને માત આપી છે.રાજ્યમાં સાજા થનારાનો દર 92.21  ટકા નોંઘાયો છે જ્યારે મૃત્યુ દર 2. 28 ટકા છે.

આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં હાલમાં 1 લાખ 26,  હજાર 231 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રવિવારે 1 લાખ 08 હજાર 381 કોરોનાના રિપોર્ટનું પરીક્ષણ કરાયું હતું.

સામે આવેલા નવા કેસોમાં મુંબઈમાં 1 હજાર 963, પૂણેમાં 1 હજાર 780, ઓરંગાબાદમાં 752, નાંદેડમાં 351, પિંપરી-ચિંચવાડમાં 806, અમરાવતીમાં 209 અને નાગપુરમાં 1 હજાર 979 કેસ સામેલ છે. તે જ સમયે, શનિવારે મહારાષ્ટ્રના 1 હજાર 156 કેન્દ્રો પર 1.29 લાખથી વધુ લોકોને કોવિડ -19 રસી ડોઝ આપવામાં આવ્યો હતો.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code