1. Home
  2. ગુજરાતી
  3. સાયબર ફ્રોડ: મોબાઈલ કંપનીના સેલ્સ મેનેજરની ધરપકડ
સાયબર ફ્રોડ: મોબાઈલ કંપનીના સેલ્સ મેનેજરની ધરપકડ

સાયબર ફ્રોડ: મોબાઈલ કંપનીના સેલ્સ મેનેજરની ધરપકડ

0
Social Share

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: દેશમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ લાલ આંખ કરી છે. CBIએ ‘ઓપરેશન ચક્ર-V’ હેઠળ મોટી કાર્યવાહી કરતા જાણીતી મોબાઈલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર બીનુ વિદ્યાધરનની ધરપકડ કરી છે. આ અધિકારી પર સાયબર ગુનેગારોને જથ્થાબંધ સિમ કાર્ડ પૂરા પાડીને ફિશિંગ અને ઓનલાઇન છેતરપિંડીમાં મદદ કરવાનો ગંભીર આરોપ છે.

ડિસેમ્બર 2025માં CBIએ દિલ્હી-NCR અને ચંદીગઢમાં એક મોટા ફિશિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ નેટવર્ક વિદેશી ગેંગ સહિતના સાયબર અપરાધીઓને ‘બલ્ક SMS’ ની સુવિધા આપતું હતું. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે આ નેટવર્ક દ્વારા આશરે 21000 જેટલા સિમ કાર્ડ ખોટી રીતે મેળવવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.

તપાસમાં ખુલાસો થયો છે કે બીનુ વિદ્યાધરને પોતાના પદનો દુરુપયોગ કરી નકલી દસ્તાવેજો અને ખોટા KYC દ્વારા સિમ કાર્ડ જારી કરાવ્યા હતા. આરોપીએ એક કંપનીના કર્મચારીઓ તરીકે અનેક લોકોના આધાર કાર્ડ જમા કરાવી KYC પૂર્ણ કર્યું હતું. આ નકલી કર્મચારીઓમાં બેંગલુરુના એક જ પરિવારના સભ્યોના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. CBIએ આરોપી પાસેથી અનેક આધાર કાર્ડની નકલો જપ્ત કરી છે.

આ પણ વાંચોઃઆતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ: અમિત શાહ

આ ફેક સિમ કાર્ડનો ઉપયોગ સાયબર માફિયાઓ માસ SMS મોકલવા, ફિશિંગ લિંક્સ ફેલાવવા અને લોકોને લોન કે રોકાણની લાલચ આપી છેતરવા માટે કરતા હતા. ફિશિંગ દ્વારા ગુનેગારો લોકોને લિંક પર ક્લિક કરાવી તેમની અંગત માહિતી ચોરી લેતા હતા અને ત્યારબાદ બેંક ખાતામાંથી નાણાં સાફ કરી દેતા હતા.

CBI દ્વારા ચલાવવામાં આવતું ‘ઓપરેશન ચક્ર’ ખાસ કરીને સંગઠિત સાયબર ક્રાઈમના ટેકનિકલ નેટવર્કને તોડવા માટે બનાવવામાં આવ્યું છે. CBIના જણાવ્યા અનુસાર, આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે અને ટેલિકોમ ક્ષેત્રના અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

(File Photo)

આ પણ વાંચોઃઓસ્ટ્રેલિયામાં જંગલની વિકરાળ આગને પગલે હાઈ-એલર્ટ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code