
વરસાદની સીઝનમાં મકાઈના દાણામાંથી ઘરે બનાવો સ્વીટ કોર્ન ચાર્ટ
હાલ વરસાદની સીઝન ચાલું છે. આ સીઝનમાં લોકોને કંઈક મસાલેદાર ખાવાનું ગમે છે, એવી વસ્તુ જે ઓછા સમયમાં તૈયાર થઈ શકે, આવી સ્થિતિમાં તમે ઘરે સ્વીટ કોર્ન ચાટ બનાવી શકો છો. તેની રેસીપી ખૂબ જ સરળ છે.
સૌપ્રથમ મકાઈના દાણા ધોઈ લો, પછી તેને 10 મિનિટ પાણીમાં પલાળી રાખો.
એક કડાઈમાં માખણ ગરમ કરો અને તેમાં મકાઈના દાણા ઉમેરો, આ દાણાને 2 થી 3 મિનિટ સુધી ગરમ કરો અને તેને સારી રીતે તળો.
હવે તેમાં થોડું પાણી, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને મીઠું ઉમેરો.
આ મિશ્રણને 3 થી 4 મિનિટ સુધી રાંધો, પછી તેને એક બાઉલમાં કાઢી લો, ઉપર લીલા ધાણા ઉમેરો અને સર્વ કરો.
આ રેસીપી ઓછા સમયમાં તૈયાર થાય છે. તમે તેમાં તમારી પસંદગીના મસાલા પણ ઉમેરી શકો છો.