
ગીર ગઢડાના જશાધારમાં રાવલ નદીમાં નહાવા પડેલા મામા-ભાણેજના ડુબી જતાં મોત
ઊનાઃ ગીરગઢડાના જસાધારમાં આવેલી રાવલ નદીમાં નહાવા પડેલાં બે લોકોનાં ડૂબી જતાં મોત નિપજ્યા હતા. રાવલ નદીમાં મામા અને ભાણેજ નહાવા માટે પડ્યા હતા. એ સમયે નદીના ઊંડા ભાગમાં તેઓ ગરકાવ થયા હતા અને ડૂબી જવાથી બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં સ્થાનિક લોકોએ મામા-ભાણેજના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને લીધે મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના જસાધારમાં આવેલી રાવલ નદીમાં નહાવા ગયેલા બે લોકો ડૂબી ગયા હતા. મામા અને ભાણેજ રાવલ નદીમાં નહાવા માટે આવ્યા હતા. એ સમયે નદીના ઊંડાણવાળા ભાગમાં તેઓ ગરકાવ થયા હતા. બાદમાં તેઓ બહાર આવી શક્યા નહીં અને ડૂબી જતા મામા અને ભાણેજના કરૂણ મોત થયા હતા.આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા. બાદમાં સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક લોકોએ નદીમાંથી મામા અને ભાણેજના મૃતદહેને બહાર કાઢ્યા હતા. મૃતક મામા વિસાવદરના વતની હતા અને ભાણેજ ઉનાનો વતની હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરી છે. ત્યારે પોલીસે પણ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ મૃતકોના પરિવારમાં ભારે શોક છવાયો છે. એક જ સાથે પરિવારના બે સભ્યોનાં મોત થતાં પરિવારમાં ભારે કલ્પાંત જોવા મળ્યો હતો. રાવલ નદીમાં અગાઉ ખનનને લીધે ઊંડાણ વધી ગયું છે. એટલે છીછરા પાણીમાં નહાતા હોય અને થોડા આગળ જતાં મોટા ખાડાને લીધે ઊંડાણ આવતા જ નહાવા ગયેલા લોકો ડુબી જવાના બનાવો બનતા હોય છે.