1. Home
  2. ગુજરાતી
  3. મનોજ બાજપેયી ઉજવી રહ્યા છે તેમનો 52મો જન્મદિવસ,જાણો તેમના જીવનના સંઘર્ષ વિશે 
મનોજ બાજપેયી ઉજવી રહ્યા છે તેમનો 52મો જન્મદિવસ,જાણો તેમના જીવનના સંઘર્ષ વિશે 

મનોજ બાજપેયી ઉજવી રહ્યા છે તેમનો 52મો જન્મદિવસ,જાણો તેમના જીવનના સંઘર્ષ વિશે 

0
Social Share
  • મનોજ બાજપેયીનો આજે 52મો જન્મદિવસ
  • પોતાની એક્ટિંગથી મોટુ કર્યું પોતાનું નામ
  • વેબ સીરીઝમાં પણ કર્યું પ્રશંસનીય કામ

મુંબઈ: બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી નામના મેળવેલા મનોજ બાજપેયી આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મનોજ બાજપેયીએ ગેંગ્સ ઓફ વાસીપુરમાં સરદાર ખાનનું પાત્ર ભજવ્યુ, તો કેટલીક ફિલ્મમાં પોલીસની ભૂમિકા પણ ભજવી છે. મનોજ બાજપેયી વિશે અન્ય કલાકારો માને છે કે તેઓ કોઈ પણ પાત્રને પડદા પર જીવીત કરી દે છે અને તેના કારણે દર્શકોને તેમનું કામ અને એક્ટિંગ ખુબ પસંદ આવે છે.

મનોજ બાજપેયીના જીવન વિશે જાણવા જઈએ તો તેવુ માલુમ પડે છે કે તેમનો જન્મ એક સામાન્ય ખેડૂતના ઘરમાં થયો હતો. એવા કલ્ચરમાંથી તેઓ આવે છે કે જ્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી નથી અને તે સમયે તો માત્ર લાડુ વેચીને ઉજવણી કરવામાં આવતી હતી.

મનોજ બાજપેયીની બોલિવૂડમાં એન્ટ્રી 1994માં આવેલી ફિલ્મ દ્રોહકાલથી થઈ હતી. તે ફિલ્મ તેમના જીવનની પ્રથમ ફિલ્મ હતી. આ પહેલા મનોજ બાજપેયી જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમણે દિલ્લીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ એપ્લાય કર્યું હતું પણ ત્યાં તેમને અનેક વાર નિરાશા મળી હતી અને તેમની પસંદગી થતી ન હતી.આ સંકટ સમયમાં તેમના મિત્રો તેમની પાસે રહેતા અને તેમનો સાથ આપ્યો હતો,અને છેલ્લે આખરે તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મળ્યો અને ત્યાં તેમને તક મળી.

થોડા સમય પહેલા મીડિયામાં આપેલા ઈન્ટરવ્યુમાં પણ તેમણે જણાવ્યું હતુ કે સંઘર્ષના સમયમાં તેમને આત્મહત્યા કરી લેવાના પણ વિચારો આવતા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code