
નાગરવેલના પાનના અનેક ફાયદાઓઃ- ખાસી,ગળાના દુખાવામાં આપે છે રાહત
- નાગરવેલના પાનના અનેક ફાયદા
- તેના ઉપયોગથી ગળાનો દુખાવો મટે છે
- તેમાં અજમાના ફૂલ નાખી સેવન કરવાથી ખાસી મટે છે
આપણે મીઠું પાન ખાવાના ખૂબ શોખીન હોઈએ છે તેમાં જે પાન જોવા મળે છે જેને આપણે નાગરવેલનું પાન કહીએ છે, જે માત્ર મુખવાસ માટેજ નહી પરંતુ કેટલાક તેના ઉપયોગ ઓષધિ તરીકે પણ થાય છે, તેના સેવનથી અનેક બિમારીમાં રાહત મળે છે.
નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
પાનનો ઉપયોગ માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે. પાનમાં રહેલા એનાલજેસિક ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે.આવા તો પાનના કેટલાક ઉપયોગો છે જેના થકી આપણે ઘરેલું ઈલાજ કરી શકીએ છે.
નાગરવેલના પાનના અનેક ઉપયોગ તથા ફાયદાઓ
- નાગરવેલનું પાન અનેર બિમારીનો રામબાણ ઈલાજ ધરાવે છે. પાન માત્ર આપણો મુખવાસ છે તેવું નથી. તે ઘણી બધી રીતે સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલ છે.
- નાગરવેલના પાનમાં ચૂનો, કાથો, સોપારી, કેસર, એલચી, કસ્તૂરી, જાયફળ, લવિંગ, ચણકબાબ, કપૂરનો ઉપયોગ કરવામાં આવતો. આ બધા સુગંધી પદાર્થોને કારણે પાન કફ વાયુને મટાડે છે.
- નના પત્તામાં કાળા મરીના બે દાણા સાથે ખાવ તો આઠ સપ્તાહમાં વજન ઘટે છે.
- પાનમાં અજમેટના ફૂલ નાખીને તેનો રસ ગળી જવાથી ખાસી પણ મટે ઠે.
- આ પાનમાં કાથો મિક્સ કરીને ખાવાથઈ મોઢામાં પડેલા ચાંદા પણ મટે છે
- પાન દ્વારા દવાને પ્હોંચાડવાનું સરળ પડે છે.પાનની લાળમાં એવા પ્રોટીન હોય છે જે મુખમાં બેક્ટેરિયાની વૃદ્ધિનો સામનો કરે છે
- પાનના સેવનથી દાંત પર જે છારી બાજે છે તે ક્રિયાને ઘટાડવામાં મદદ મળે છે.
- રસાયણો હોય છે જે તે હૃદયના ધબકારાનું નિયમન કરે છે અને રક્ત વાહિનીઓને વિરામ આપે છે.
- હેડેક અને વાગવા પરઃ માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે
- પાનમાં રહેલા એનાલજેસિક ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે.